કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતમાં રેલવે ડ્રાઈવરોની સતર્કતાથી આટલા સિંહનો જીવ બચ્યો

Text To Speech
  • ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાએ એપ્રિલ અને મે બે મહિનામાં 13 સિંહોના જીવ બચાવ્યા
  • લોકો પાઇલટ્સને ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રોત્સાહિત કરવા માટે ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા તેમને એવોર્ડ પણ આપવામાં આવે છે

ભાવનગર, 9 જૂનઃ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.

સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો (Caution Order) જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

લોકો પાઇલોટ્સ દ્વારા લેવામાં આવેલી સાવચેતીને કારણે, એપ્રિલ-2024 અને મે-2024 માત્ર બે મહિનામાં 13 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, લોકો પાઇલટ્સને ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રોત્સાહિત કરવા માટે ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા તેમને એવોર્ડ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના “ખટાખટ” ચૂંટણી વચનને લાંચ ગણીને કોર્ટમાં પડકારવામાં આવ્યું

Back to top button