ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

છપરામાં ચૂંટણી બાદ થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ: પથ્થરમારો અને બંદૂકથી ગોળીબાર!

  • વીડિયોમાં 20-30 લોકોની ભીડ પથ્થર ફેંકતી અને કેટલાક લોકો હાથમાં બંદૂક લઈને ગોળીબાર કરતા પણ જોવા મળ્યા 

છપરા, 24 મે: બિહારના છપરામાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા બાદ થયેલી હિંસા સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો લાકડીઓ વડે સામે પક્ષે ખુલ્લેઆમ પડકાર ફેંકતા જોવા મળે છે. એટલું જ નહીં કેટલાક લોકો ગોળીબાર કરતા પણ જોવા મળી રહ્યા છે. પાંચમા તબક્કાના મતદાન બાદ બિહારના છપરામાં હિંસા અને ગોળીબારનો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં અંદાજે 20-30 લોકોની ભીડ પથ્થર ફેંકતી જોવા મળી રહી છે. જેમાં કેટલાક લોકો હાથમાં બંદૂક લઈને ગોળીબાર કરતા પણ જોવા મળી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

એક વ્યક્તિ બંદૂક લઈને દોડતાં અને હવામાં ગોળીબાર કરતાં દેખાઈ રહ્યો છે

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, લગભગ બે ડઝન લોકો હાથમાં લાકડી લઈને વિરોધી પાર્ટીને પડકાર ફેંકી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને આવે છે અને ગોળીબાર કરે છે. બંદૂક ધારણ કરનાર વ્યક્તિએ ફાયરિંગ કર્યા બાદ પાછળથી એક યુવક હાથમાં પિસ્તોલ લઈને આગળ આવે છે અને હવામાં ખુલ્લેઆમ ગોળીબાર કરવા લાગે છે. આ વીડિયો એક વ્યક્તિએ તેના ઘરની ટેરેસ પરથી રેકોર્ડ કર્યો છે. જોકે, HD ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

હકીકતમાં, છપરા બિહારના સારણ જિલ્લામાં આવે છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળ (RJD) તરફથી ઉમેદવાર છે. તેણી 20મી મેના રોજ સાંજે મતદાન સમાપ્ત થયા બાદ છપરા શહેરના બૂથ પર પહોંચી હતી,જ્યાં ભારે હોબાળો થયો હતો. આ મામલે વિવાદ વધતાં 21 મેના રોજ સારણમાં RJD અને BJP સમર્થકો વચ્ચે હિંસા દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સારણમાં બે દિવસ માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હિંસા દરમિયાન 3 લોકોને વાગી હતી ગોળી 

ઘટનાના સાક્ષી બનેલા એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે, બંને પક્ષના ઘણા લોકો હતા. ઘણી ભીડ હતી. બંને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્યા હતા. ગોળીઓ પણ છોડવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે, રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલા ટોળાને જોતા સ્થળ છોડવું પડ્યું હતું, પરંતુ બીજા દિવસે સવારે જ્યારે વિવાદ નવેસરથી વધ્યો ત્યારે ફાયરિંગ થયું હતું.

ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી 

આ ઘટના પર સારણના SP ગૌરવ મંગલાએ કહ્યું હતું કે, RJD અને BJP કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જવાબમાં બીજા દિવસે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

બિહારની 5 બેઠકો પર થયું હતું મતદાન

મહત્ત્વપૂર્ણ છે કે, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા હેઠળ બિહારની પાંચ સીટો પર મતદાન થયું હતું, જેમાં સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુરનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચમા તબક્કામાં 52.93% મતદાન થયું હતું.

આ પણ જુઓ: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન, મહારાષ્ટ્રમાં સૌથી ઓછું

Back to top button