ટોપ ન્યૂઝનેશનલ

પ્લેનમાં ધૂમ્રપાન કરતો વીડિયો થયો વાયરલ, કોણ છે આ સોશિયલ મીડિયા સ્ટાર બોબી કટારિયા ?

Text To Speech

ગુરુવારે સોશિયલ મીડિયા સ્ટાર બોબી કટારિયાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પ્લેનમાં બેસીને ધૂમ્રપાન કરતો જોવા મળે છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોએ સીધા જ ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને અમિત શાહને ટેગ કર્યા અને કાર્યવાહીની માંગ કરી. આના પર સિંધિયાએ યુઝરના સવાલનો જવાબ આપતા કહ્યું કે આવી ખોટી હરકતોને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. તે જ સમયે, ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વીડિયો જૂનો છે અને તે સમયે બલવિંદર કટારિયા ઉર્ફે બોબી કટારિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ANIના અહેવાલ મુજબ બલવિંદર કટારિયા 23 જાન્યુઆરી 2022ના રોજ દુબઈથી મુંબઈ ગયો હતો. આ તે સમયનો વીડિયો છે, જેને બલવિંદર કટારિયાએ તેના સોશિયલ મીડિયા પેજ પરથી હટાવી દીધો છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ વીડિયો હવે બલવિન્દરના ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પેજ પર ઉપલબ્ધ નથી. તેની સામે કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આ દરમિયાન એરલાઈન કંપની સ્પાઈસ જેટનું નિવેદન પણ સામે આવ્યું છે, જેની ફ્લાઈટમાં બલવિંદરે બેસીને ધૂમ્રપાન કર્યું હતું. સ્પાઇસજેટે કહ્યું, “જાન્યુઆરી 2022માં આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ગુરુગ્રામના ઉદ્યોગ વિહાર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. આ વીડિયો 20 જાન્યુઆરી, 2022નો છે જ્યારે બલવિંદર ફ્લાઈટ SG 706માં મુસાફરી કરી રહ્યો હતો.

સ્પાઇસજેટે જણાવ્યું, બોબી પર શું કાર્યવાહી કરવામાં આવી

સ્પાઇસજેટે જણાવ્યું હતું કે આ મામલો 24 જાન્યુઆરી, 2022 ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ધ્યાન પર આવ્યો હતો. આ પછી કેસ નોંધવામાં આવ્યો અને એરલાઇન કંપની દ્વારા બલવિંદરને 15 દિવસ માટે નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે બોબી કટારિયા અવારનવાર કાયદાનો ભંગ કરતા કૃત્યો કરતા રહ્યા છે. 28 જુલાઈના રોજ પણ તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે રસ્તા પર દારૂ પીતો જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ કેસમાં ઉત્તરાખંડ પોલીસે તેની સામે કાર્યવાહી પણ કરી હતી. હરિયાણાના રહેવાસી બોબી કટારિયાએ આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું, ‘સદકેને અપને બાપ કી.’

આ પણ વાંચો : બિહારમાં ફરી ભાજપ બાજી પલટી નાખશે ? નીતિશ કુમારનું ટેન્શન વધશે..

બોબી કટારિયા એક સોશિયલ મીડિયા સ્ટાર છે, જે વ્યવસાયે બોડી બિલ્ડર હોવાનું કહેવાય છે. ઈન્સ્ટાગ્રામ પર બોબીના 6 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. તે ટિકટોક પર પણ ઘણો ફેમસ રહ્યો છે. પરંતુ તેના પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરવાનું શરૂ કર્યું.

Back to top button