ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

સંદેશખલી કેસના આરોપી શાહજહાં શેખનો બાળકની જેમ રડતો વીડિયો વાયરલ, ભાજપે કર્યો કટાક્ષ

  • શાહજહાં શેખ પોલીસ વાનની બારીમાંથી પત્નીની આંગળીને સ્પર્શીને રડ્યો 
  • ભાજપના નેતા અમિત માલવિયાએ મમતા સરકાર પર સાધ્યું નિશાન

કોલકાતા, 24 એપ્રિલ: સંદેશખલી કેસના મુખ્ય આરોપી અને સસ્પેન્ડ થયેલા TMC નેતા શાહજહાં શેખનો ધરપકડ બાદ સ્વેગ બદલાઈ ગયો છે. તેની આક્રમકતા હવે સમાપ્ત થઈ ગઈ છે. આરોપી શાહજહાં શેખ જ્યારે બસીરહાટ સબ-ડિવિઝનલ કોર્ટમાં જતા સમયે પોલીસ વાનમાં બેઠો હતો, ત્યારે તે તેની પુત્રી, તેના પિતા અને તેની પત્નીને ચીસો પાડતા સાંભળીને પોતાના આંસુને નિયંત્રિત કરી શક્યો નહીં. તે તેની પત્નીની આંગળીને સ્પર્શ કર્યો અને પોલીસ વાનમાં રડવા લાગ્યો. તેણે પોતાનો ચહેરો ફેરવ્યો અને પોતાની આંગળીથી પોતાના આંસુ લૂંછવા લાગ્યો. આ પછી તેણે મોઢા પર રૂમાલ રાખી દીધો. EDને શાહજહાં શેખની હજારો વીઘા જમીનની માહિતી મળી છે. આ જમીન સંદેશખલી ઉપરાંત સરબેરીયા સહિતના અન્ય વિસ્તારોમાં છે.

ભાજપે મમતા સરકાર પર સાધ્યું નિશાન 

શાહજહાં શેખના રડતા આ વીડિયો પર બીજેપી નેતા અને IT સેલના વડા અમિત માલવિયાએ ઝાટકણી કાઢી છે. તેણે ટ્વિટર પર લખ્યું છે કે, “સ્વેગ ગાયબ થઈ ગયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પોસ્ટર બોય – જાતીય સતામણી કરનારા શેખ શાહજહાં નિર્દોષ બાળકની જેમ રડી રહ્યા છે. જ્યારે કાયદાની પકડમાં આવશો, ત્યારે તેનાથી બચાવવા માટે કોઈ નહીં આવે. મમતા બેનર્જી પણ નહીં. તેઓ તેના મંત્રીઓને પણ બચાવી શક્યા નહીં.”

EDને શાહજહાંની હજારો વીઘા જમીનની માહિતી મળી

EDને શાહજહાં શેખની હજારો વીઘા જમીનની માહિતી મળી છે. આ જમીન સંદેશખલી ઉપરાંત સરબેરીયા, ધામખલી સહિતના અન્ય વિસ્તારોમાં છે જે તેણે લીઝ પર લીધી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ જમીન શાહજહાંના નજીકના સહયોગી શિવપ્રસાદ હઝરા અને તેના પુત્રની તરફેણમાં ખરીદવામાં આવી હતી. આ સિવાય EDને એ પણ જાણવા મળ્યું છે કે, શાહજહાંએ અન્ય ઘણા લોકોના નામ છુપાવીને જમીન લીઝ પર લીધી હતી.

આ તમામ માહિતીની પુષ્ટિ કરવા માટે, સંદેશખલી વિસ્તારમાં સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જમીન સંબંધિત કચેરીઓમાંથી પણ માહિતી લેવામાં આવી રહી છે.

આ પણ જુઓ: રાજૌરી હત્યાકાંડમાં લશ્કર-એ-તૈયબાના આતંકી અબુ હમઝાનો હાથ, 10 લાખનું ઈનામ

Back to top button