કાશ્મીરમાં આતંકીને ઠાર મારવાનો વીડિયો વાયરલ, જૂઓ કેવી રીતે મૃત્યુના ડરથી ભાગ્યો
- જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેનાએ તાજેતરમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા
કાશ્મીર, 16 સપ્ટેમ્બર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સેનાએ તાજેતરમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ અથડામણનો એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં એક આતંકવાદી પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગમાંથી ભાગી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. જ્યારે તે ગોળીઓથી બચવા માટે કવર શોધી રહ્યો હોય છે, ત્યારે સેનાના જવાનો ગોળીબાર કરીને તેને મારી નાખે છે. જો કે HD ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ઉલ્લેખનીય છે કે, સેનાનું આ મિશન આખી રાત ચાલુ રહ્યું હતું. સેનાએ આ ઓપરેશનને ઘણી મહત્ત્વની સફળતા ગણાવી છે. આ ઓપરેશન બારામુલ્લાના ચાક થાપર ક્રિરીમાં કરવામાં આવ્યું હતું. અહીં ત્રણ હાર્ડકોર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઉપરાંત અહીંથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા. સેનાના 10 સેક્ટર રાષ્ટ્રીય રાઈફલ્સના બ્રિગેડિયર સંજય કનોથે આ માહિતી આપી હતી.
જૂઓ આ વીડિયો
Process of “Hoorification” by Indian Army..
Unseen footage of Baramulla, Chak Tapar operation..
Pakistan is trying very hard to disrupt the festival of democracy for people of J&K..#Baramulla #ChakTapar#IndianArmy #electioncountdown pic.twitter.com/blYOOCNu8y— Shams (@shams_gazelle) September 16, 2024
ભારતીય સેનાને મળી મોટી સફળતા
આ પણ જૂઓ: દેશમાં જલ્દી શરૂ થઈ શકે છે જનગણના, કેન્દ્ર સરકારની પ્રથમ Digital Censusની તૈયારી