બેંગકોક-કોલકાતા ફ્લાઇટમાં મુસાફરો વચ્ચે આ કારણે થઈ મારામારી, વીડિયો થયો વાઈરલ
બેંગકોકથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં યુવક સાથે મારપીટનો વીડિયો સામે આવ્યો છે. બેંકોકથી આવી રહેલી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરો વચ્ચે મારામારી થઈ હતી. જ્યારે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને એરલાઈન્સનું કહેવું છે કે કેબિન ક્રૂએ સલામતી સૂચનાઓનું પાલન કરવાનો ઇનકાર કર્યા પછી ઝઘડો શરૂ થયો હતો.
સીટ સીધી ન કરતા વિવાદ
ક્રૂ મેમ્બર્સે મુસાફરોને ટેકઓફ માટે તેમની સીટ સીધી ગોઠવવા કહ્યું. ડોમેસ્ટિક ફ્લાઇટ દરમિયાન પણ આનું પાલન કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, એક મુસાફરે તેને કમરમાં દુખાવો હોવાનું કહીને તેની સીટ એડજસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્રૂ મેમ્બરોએ પેસેન્જરને વારંવાર વિનંતી કરી હતી અને ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન સીટ એડજસ્ટ કરવા પાછળનું તર્ક પણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈમરજન્સી દરમિયાન નમેલી સીટને કારણે મુશ્કેલી પડે છે. આ સિવાય નમેલી સીટ પરથી પોઝિશનમાં આવવામાં પણ સમસ્યા થાય છે, જેમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે બેસવું પડે છે.
View this post on Instagram
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ 2020 થી 113 વખત સુરક્ષા નિયમો તોડ્યા : CRPFએ ગૃહ મંત્રાલયને આપ્યો જવાબ
શું હતો મામલો ?
બેંગકોકથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જરને વારંવાર વિનંતી કરવા છતાં, પેસેન્જરે ક્રૂ મેમ્બર્સની સૂચનાઓનું પાલન કર્યું ન હતું અને તેની સીટ પર બેસી રહ્યો હતો. તેમજ પેસેન્જરને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તે નિયમોનું પાલન નહીં કરે તો ફ્લાઇટના કેપ્ટનને તેના વિશે જણાવવામાં આવશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેસેન્જરે ક્રૂને કહ્યું કે તેઓ કેપ્ટનને કહી શકે છે, પરંતુ તે પોતાની સીટ એડજસ્ટ કરશે નહીં. ટૂંક સમયમાં, અન્ય મુસાફરોએ તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. તેમાંથી એકની તેની સાથે બોલાચાલી થઈ જે ટૂંક સમયમાં લડાઈમાં ફેરવાઈ ગઈ.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોતાની સીટ એડજસ્ટ કરવાની ના પાડનાર પેસેન્જરને કેટલાય મુસાફરોએ માર માર્યો હતો. આ દરમિયાન મુસાફર પોતાને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.