વાહનચાલકોને પારાવાર મુશ્કેલી
પાલનપુર: છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાતા ખેડૂતો તેમજ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પેટ્રોલ પમ્પ બંધ હોવાના બોર્ડ લાગ્યા છે.ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઇંધણ મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે યોગ્ય કરવા માંગણી કરી છે.
મોટાભાગના પેટ્રોલ પંપ બંધ હોવાથી ખેડૂતો પરેશાન
બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પેટ્રોલ-ડીઝલના અપૂરતા જથ્થાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમને પત્રમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. આ વિસ્તારના મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી ડીઝલની જરૂરિયાત મોટા પ્રમાણમાં રહે છે. ચોમાસુ સીઝનમાં પણ માથા પર છે ત્યારે સમયસર ઇંધણ નહિ મળે તો ટ્રેકટર સહિતના ખેતીના સાધનો ઠપ થઈ જશે. આવા સંજોગો માં સમયસર વાવણી નહીં થાય તો ચોમાસુ પાક નિષ્ફળ જવાનો ભય છે. જ્યારે પેટ્રોલની અછત ના કારણે નાગરિકો પણ હાલાકી ભોગવવી પડે છે. જેથી ઓઈલની કંપનીઓ સાથે બેઠક કરીને પેટ્રોલ-ડીઝલ સમયસર મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.
કંપનીમાં એડવાન્સ રકમ જમા છતાં ડીઝલ -પેટ્રોલ મળતું નથી
પેટ્રોલ પંપના ડીલરોએજણાવ્યું હતું કે તેલ કંપનીઓમાં બે-ત્રણ ગાડીઓની રકમ એડવાન્સ જમા હોવા છતાં કંપની તરફથી પેટ્રોલ-ડિઝલનો જથ્થો મળતો નથી. બીજી તરફ કંપનીમાંથી શોર્ટ સપ્લાય છે. જેથી પુરવઠો ઉપલબ્ધ થયેલી રેગ્યુલર આપવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે.