ટ્રેન્ડિંગમનોરંજન

ધ વેક્સીન વૉર: કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિક યોદ્ધાઓની રોમાંચક કથા

Text To Speech

The vaccine war:  ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રિલીનાઝ એક વર્ષ કરતાં વધુ સમય બાદ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’ રિલીઝ થવા જઈ રહી છે. ‘ધ વેક્સીન વૉર’ માં કોરોનાની રસી બનાવનાર વૈજ્ઞાનિક યોદ્ધાઓની રોમાંચક કથા છે જેઓ સ્વદેશી BBV152 રસી વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ધ કાશ્મીર ફાઈલ્સની સફળતા બાદ દિગ્દર્શકને આ ફિલ્મ પાસેથી પણ એવી જ અપેક્ષાઓ છે. થોડા સમય પહેલાં જ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેની માહિતી ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ દ્વારા આપી હતી.

 

‘ધ વેક્સીન વૉર’માં કોણ-કોણ જોવા મળશે?

‘ધ વેક્સીન વૉર’ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અનુપમ ખેર, નાના પાટેકર, રાયમા સેન, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી મહત્વની ભૂમિકામાં છે. ‘ધ વેક્સીન વૉર’ હિન્દી સહિત અન્ય ઘણી ભાષાઓમાં પણ રિલીઝ થશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાની આગામી ફિલ્મ ‘ધ વેક્સીન વૉર’ 28 સપ્ટેમ્બરે 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો: અભિનેત્રી વહીદા રહેમાન ભારતનાં સર્વોચ્ચ ફિલ્મ એવોર્ડથી થશે સન્માનિત

Back to top button