હવે નાકથી લઈ શકાશે કોરોનાની રસી, નેઝલ વેક્સિનને સરકારની લીલીઝંડી
કોરોના સામેની જંગ લડવા માટે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે નાકમાં iNCOVACC વેક્સિનના બે ટીપા નાખીને કોરોનાનો ખાત્મો કરી શકાશે.
આ વેક્સિનને આજથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવશે અને કોવેક્સિન અને કોવિશીલ્ડ લઈ ચુકેલા લોકો પણ આ વેક્સિન લઈ શકશે. આ વેક્સિનની મંજૂરી મળતા જ હવે કોઈએ વેક્સિન માટે ઈંજેક્શન લેવાની જરુર નહીં પડે. જો તમે ઈચ્છો તો નાકમાં બે ટીપાં નખાવીને આ વેક્સિન લઈ શકશો.
BREAKING: Bharat Biotech's needle-free intranasal Covid vaccine approved by govt as booster dose for those above 18 years of age.
The vaccine will be available at private centers and will be introduced on CoWIN on Friday evening. #CovidVaccine #BharatBiotech #NasalVaccine
— Vani Mehrotra (@vani_mehrotra) December 23, 2022
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, એક્સપર્ટ કમિટિએ નાકથી લઈ શકાય એવી iNCOVACC vaccineને મંજુરી આપી દીધી છે. કહેવાય છે કે, કોવિન એપ પર આજથી ભારત બાયોટેકની આ નેઝલ વેક્સિનને સામેલ કરવામાં આવશે. જો કે, હાલમાં ખાનગી હોસ્પિટલમાં આ વેક્સિન મળશે. માનવામાં આવી રહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં તેને સરકારી હોસ્પિટલોમાં અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવશે.
आज हम तैयार है देश की मेडिसिन की जरूरत और वैक्सीन की जरूरत पूरा करने के लिए।
एक्सपर्ट कमेटी ने Nasal vaccine को अनुमोदित कर दिया है। ये भी भारत ने, भारत के वैज्ञानिकों ने विकसित कर दिया है। ये उनकी उपलब्धि है।
कोविड के सामने लड़ने की पूरी तैयारी हमने की है। pic.twitter.com/4lyJZAUSFU
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 22, 2022