ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાએ કોરોના સંબંધિત આ પ્રતિબંધ હટાવ્યો, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને રાહત

Text To Speech

ઇન્ટરનશનલ ડેસ્કઃ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના સંબંધિત એક મહત્વપૂર્ણ નિયમ બદલ્યો છે. આ અંતર્ગત હવે બોર્ડિંગના એક દિવસ પહેલાં કોરોના ટેસ્ટ કરાવવાનું નાબૂદ કરવામાં આવ્યું છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર, આ નિયમ રવિવારે બપોરે 12 વાગ્યા પછી સમાપ્ત થઈ જશ. અધિકારીનું કહેવું છે કે, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને નિર્ણય લીધો છે કે હવે તેની જરૂર નથી.

ગયા વર્ષે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું
બાઇડનના વહીવટીતંત્રે ગયા વર્ષે આ પરીક્ષણ ફરજિયાત કર્યું હતું. તે પછી તેણે યુરોપ, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈરાન સહિતના ઘણા દેશો પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધો હટાવ્યા હતા. તેનાં બદલે એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે યુ.એસ.માં મુસાફરી કરતા અન્ય દેશોના પુખ્ત વયના લોકોએ સંપૂર્ણ રસીકરણ કરવું આવશ્યક છે. આ પછી એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે, સંપૂર્ણ રસીવાળા વ્યક્તિઓ મુસાફરીના ત્રણ દિવસ પહેલા નેગેટિવ કોરોના રિપોર્ટ બતાવશે. આ ટેસ્ટ પ્રવાસના એક દિવસ પહેલા રસી વગરના લોકો પાસેથી માંગવામાં આવ્યો હતો.

એરલાઇન્સ અને પર્યટન જૂથો તરફથી પણ દબાણ હતું
જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો ટોચ પર હતો. ત્યારે બાઇડનના હીવટીતંત્રે તમામ મુસાફરો માટે પ્રતિબંધો કડક કર્યા હતા.આ દરમિયાન, તમામ રસી અને બિન-રસી કરાયેલા લોકો માટે પ્રતિબંધો સમાનરૂપે લાગુ કરવામાં આવ્યા હતા. દરમિયાન એરલાઇન્સ અને પર્યટન જૂથો સરકાર પર આ પ્રતિબંધો હટાવવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રતિબંધોને કારણે લોકો અમેરિકા જવાનું ટાળી રહ્યા છે.તે જ સમયે, અન્ય ઘણા દેશોએ સંપૂર્ણ રસીવાળા લોકો માટે પરીક્ષણ નિયમો દૂર કર્યા હતા.

Back to top button