સ્પોર્ટસ

શમી-બુમરાહ અને સિરાજની ત્રિપુટી જીતાડશે વર્લ્ડકપ, વિરોધીઓની થશે હાલત ખરાબ

વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ માટે સૌથી મોટી તક વન-ડે વર્લ્ડ કપ છે. જેથી ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે ખૂબ તૈયારીઓ કરી રહ્યું છે. વર્લ્ડ કપ જીતવા માટે ભારતની ટીમ તૈયારીઓને કરી રહી છે. જો ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ પર નજર કરીએ તો કેટલાક એવા વિકલ્પો છે જે વર્લ્ડકપ માટે તેમની જગ્યા બનાવી રહ્યા હોય તેવું લાગે છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં લાગી ગયું છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝ જીતી છે, આ પહેલા શ્રીલંકાનો પણ પરાજય થયો હતો. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ સાથે જ બોલિંગ યુનિટ પણ તેની તાકાત બતાવી રહ્યું છે. અત્યારે ફોર્મ અને કોમ્બિનેશન પર નજર કરીએ તો ભારતીય ટીમની પેસ બેટરી વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

શમી-બુમરાહ અને સિરાજની ત્રિપુટી

જસપ્રીત બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી મેદાનની બહાર છે. પરંતુ તે સ્પષ્ટ છે કે જ્યારે તે પરત ફરશે ત્યારે તે ટીમ ઈન્ડિયાની પેસ બેટરીનું નેતૃત્વ કરશે. જસપ્રીત બુમરાહ તાજેતરના સમયમાં ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો છે, જેણે પોતાના દમ પર ઘણી મેચો જીતી છે. માનવામાં આવે છે કે જસપ્રીત બુમરાહ IPL કે IPL પછી વાપસી કરી શકે છે.

વર્લ્ડ કપ-humdekhengenews

મોહમ્મદ શમી ફરી એર વાર મેદાનમાં

મોહમ્મદ શમી ફરી એકવાર મેદાનમા જોવા મળ્યો છે. શમીએ અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ બે મેચમાં 4 વિકેટ ઝડપી છે. બીજી વનડેમાં તેણે ત્રણ વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડની ટીમના સિક્સરથી હોશ ઉડાવી દીધા હતા. તેની જોરદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 108 રન પર જ હારી ગઈ હતી. આ પહેલા તે શ્રીલંકા શ્રેણીમાં પણ સારુ પ્રદર્શન કર્યું હતું.

સિરાજ નવા જોશ સાથે મેદાનમાં

ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજ તરફથી ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી સિરાજ ટેસ્ટ ફેર્મેટમાં પોતાનો જલવો બતાવતો હતો પરંતુ હવે વનડેમાં ટીમમાં વાપસી કર્યા બાદ તે નવા જોશ સાથે દેખાઈ રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીની પ્રથમ 2 મેચમાં 5 વિકેટ લીધી છે, આ પહેલા તેણે શ્રીલંકા શ્રેણીમાં 9 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપ-humdekhengenews

ટીમ ઈન્ડિયા પાસે છે આ બેકઅપ ટીમ

એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા આ પેસ બેટરીના આધારે વર્લ્ડ કપ સુધી આગળ વધી રહી છે. જો કે, આ સિવાય ટીમ ઈન્ડિયા સાથે ઘણા બેકઅપ ટીમ પણ ભારત પાસે છે. જેમાં હાર્દિક પંડ્યા હવે સતત બોલિંગનો વિકલ્પ બની રહ્યો છે અને ઘણી ઓવરો ફેંકી રહ્યો છે. આ સાથે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર પણ ટીમ ઈન્ડિયાની ટીમમાં છે.

આ પણ વાંચો : આસામના મુખ્યમંત્રીનું નિવેદન: શાહરુખ ખાન કોણ છે? શું છે ‘પઠાણ’ ?

Back to top button