ગણેશ ચતુર્થીધર્મનેશનલ

પરિવાર સાથે બિરાજમાન ત્રિનેત્રધારી ગણેશ, જાણો-ક્યાં આવેલું છે મંદિર ?

Text To Speech

એવું કહેવાય છે કે આ મંદિર વિશ્વનું પહેલું ગણેશ મંદિર છે. અહીં ભગવાન શ્રી ગણેશની ત્રિનેત્રવાળી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાં જોવા મળતી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન શ્રી ગણેશનું આ મંદિર સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમાં આવેલું છે.

Ranthambore
Trinetra Ganesh Temple, Ranthambore

1500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે મંદિર

ભગવાન શ્રી ગણેશનું આ મંદિર 1579 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં દરરોજ હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી પત્ર આવે છે. જે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તે લોકો પ્રથમ આમંત્રણ ગણેશજીના આ મંદિરે મોકલાવે છે. આ સિવાય જે લોકોને પરેશાની હોય તે લોકો પણ અહીં પોતાની સમસ્યા દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને પત્ર મોકલે છે.

Trinetra Ganesh Temple
Trinetra Ganesh Temple

કોણે કરાવ્યું હતું ત્રિનેત્રધારી ગણેશજીના મંદિરનું નિર્માણ ?

આ ગણેશ મંદિરનું નિર્માણ મહારાજા હમ્મીરદેવ ચૌહાણે કરાવ્યું હતું. ભારતમાં સ્વયંભૂ ગણેશજીના કુલ ચાર મંદિર છે જે પૈકી રણથંભોરમાં આવેલું આ મંદિર પ્રથમ છે. ત્રિનેત્રવાળા આ ગણેશજીનો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ જોવા મળે છે.

Trinetra Ganesh Temple
Trinetra Ganesh Temple

વિશ્વમાં એકમાત્ર એવું મંદિર, જ્યાં પરિવાર સાથે બિરાજે છે ગણેશજી

સમગ્ર દુનિયામાં ભગવાન શ્રી ગણેશનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ તેમના સંપૂર્ણ પરિવાર સાથે વિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના જયપુરથી આશરે 142 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર રાજસ્થાનના પ્રસિદ્ધ રણથંભોર ટાઈગર રિઝર્વ્ડ એરિયામાં આવેલું છે. આ સ્થળ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ અમદાવાદથી 700 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં પહોંચતા આશરે 13 કલાકનો સમય લાગે છે.

Back to top button