અમદાવાદની સુપર સીટી ટાઉનશીપમાં 121 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવાયો
દેશમાં હર ઘર તિરંગા અભિયાન છેલ્લા ત્રણ દિવસથી મનાવાઈ રહ્યું છે. જેની ઐતિહાસિક નોંધ સમગ્ર વિશ્વમાં લેવાશે. આવું ક્યારેય ન બન્યું હોય કે હર ઘર તિરંગો લહેરાતો જોવા મળે. દેશના લોકો રાષ્ટ્રભક્તિમાં તરબોળ છે. ત્યારે અમદાવાદમાં આવેલી સુપર સીટી ટાઉનશિપમાં કાયમી ધ્વજ લહેરાતો રહે તે માટે 121 ફૂટનો ધ્વજ દંડ ઊભો કરવામાં આવ્યો છે.
જેના ઉપર તિરંગો ધ્વજ લહેરાવવા માટે અને દેશના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સુપર સીટી ટાઉનશીપ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. દરેક હાથમાં તિરંગો લહેરાતો હતો. જ્યારે ટાઉનશીપમાં 121 ફૂટની ઊંચાઈએ લહેરાતો તિરંગો જોઈને સૌ રાષ્ટ્રપ્રેમ સાથે રોમાંચિત પણ બન્યા હતા.
સુપર સીટીથી પાસેથી પસાર થતા દરેક વ્યક્તિ તથા સદાશિવ મહાદેવ અને જૈન દેરાસરના દર્શન કરવા આવતા ભક્તજનો માટે આ તિરંગો ધ્વજ આકર્ષણનો કેન્દ્ર બની રહ્યો છે. સુપર સીટી પરિવાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં સૌ કોઈએ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી એનું સન્માન જાળવી ઉતકૃષ્ટ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદના સ્ટેલિયન હોર્સ રાઇડીંગ સ્કુલે કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી