ગુજરાત

રાજ્ય સરકારની તિજોરી છલકાઈ! ટોલ ટેક્સમાંથી છેલ્લા પાંચ વર્ષમાં થઈ આટલી કમાણી

Text To Speech

રાજ્ય સરકારને ટોલ ટેક્સમાંથી છેલ્લા પાંચ વર્ષમાં કરોડોની આવક થઈ છે. વધતા જતા વાહનોની હેરાફેરીને કારણે ટોલ ટેક્સમાંથી આવકનું પ્રમાણ વધ્યું છે . ગુજરાતના છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઇ-વેમાં ટોલટેક્સથી કમાણીના આંકડા સામે આવ્યા છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના નેશનલ હાઇ-વેમાં ટોલટેક્સથી રૃપિયા15332.21 કરોડની આવક થઇ હોવની વિગતો સામે આવી છે.

ટોલ ટેક્સથી પાંચ વર્ષમાં 15 હજાર કરોડની આવક

રાજ્ય સરકારને નેશનલ હાઇ-વેમાં ટોલ ટેક્સથી છેલ્લા પાંચ વર્ષમાં રૃપિયા15332.21 કરોડની આવક થઈ છે. જેમાં રાજ્યમાં નેશનલ હાઇ-વેમાં ટોલટેક્સથી વર્ષ 2022માં એપ્રિલથી ડિસેમ્બર સુધી રૃપિયા 3239.67 કરોડ આવકની આવક નોંધાઈ છે. આ સાથે 2022 માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન નેશનલ હાઇ-વેમાં ટોલ ટેક્સની સૌથી વધુ આવક થઇ હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.

ટોલ ટેક્સની આવક-HUMDEKHENGENEWS

ગુજરાત નેશનલ હાઇ-વેમાં ટોલ ટેક્સની સૌથી વધુ કમાણી કરનાર ત્રીજુ રાજ્ય

વર્ષ 2022માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન નેશનલ હાઇ-વેમાં સૌથી વધુ ટોલ ટેક્સની સૌથી વધુ આવક થઇ હોય તેવા રાજ્યોની માહીતી સામે આવી છે. જેમાં ઉત્તર પ્રદેશ 3949.20 કરોડની આવક સાથે પહેલા નંબર પર છે. જ્યારે રાજસ્થાન 3490.85 કરોડની આવક સાથે બીજા નંબર પર અને ગુજરાત રૃપિયા15332.21 કરોડની આવક સાથે ત્રીજા નંબર પર છે. આમ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાંથી પ્રતિ દિવસે સરેરાશ રૃપિયા 11.82 કરોડનો ટોલ ટેક્સ નેશનલ હાઇવેમાં ચૂકવવામાં આવ્યો છે.

નેશનલ હાઇ વેના ટોલ ટેક્સમાં દર વર્ષે વધારો

લોકસભામાં રજૂ કરવામા આવેલ માહીતી મુજબ નેશનલ હાઇવે ફી-20008ના નિયમ ચાર અનુસાર નેશનલ હાઇ વેના ટોલ ટેક્સમાં દર વર્ષે વધારો કરવામાં આવતો હોય છે. જેમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સથી વર્ષ 2018 થી2022-23માં કરોડોની આવક થઈ છે. જેથી વર્તમાન નાણાકીય વર્ષમાં છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ આવક નોંધાય તેવી સંભાવના રહેલી છે.

આ પણ વાંચો : નદી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર!, ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત, સાબરમતીની સ્થિતિ સૌથી ખરાબ

Back to top button