સૂર્યનું ગુરૂની રાશિમાં ગોચર આ ત્રણ રાશિઓ માટે રહેશે લાભકારી


- સૂર્યનું ગુરૂની રાશિમાં ગોચર અનેક લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. સૂર્ય 15 ડિસેમ્બર, રવિવારે 10:19 કલાકે ધન રાશિમાં ગોચર કરશે
HD ન્યુઝ ડેસ્કઃ સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે, જે દર મહિને એકવાર તેની રાશિ બદલે છે. ડિસેમ્બર મહિનામાં સૂર્ય ગુરુની રાશિમાં ગોચર કરશે. હાલમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાં વિરાજમાન છે. 15મી ડિસેમ્બરે સૂર્ય વૃશ્ચિકથી ધન રાશિ સુધીની યાત્રા પૂરી કરશે અને આ દિવસે ગુરુની ધન રાશિમાં પ્રવેશ કરશે. જે કેટલીક રાશિઓ માટે શુભ અને તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે. જાણો સૂર્ય ગોચરનો સમય અને રાશિઓ પર તેનો પ્રભાવ
ગુરુની રાશિમાં સૂર્યનું ગોચર
પંચાંગ અનુસાર સૂર્ય ભગવાન 15 ડિસેમ્બરે ધન રાશિમાં ગોચર કરશે. રવિવારના રોજ અંદાજે 10:19 કલાકે સૂર્ય ગોચર થશે. 13 જાન્યુઆરી 2025 સુધી સૂર્ય ધનુ રાશિમાં રહેશે. ત્યારબાદ 14 જાન્યુઆરીએ તે મકર રાશિમાં પ્રવેશ કરશે.
આ 3 રાશિઓ માટે ફાયદાકારક
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને ધન રાશિમાં સૂર્યના ગોચરને કારણે શુભ ફળ મળી શકે છે. આ સમય દરમિયાન તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. ભાગ્ય તમારા પક્ષે રહેશે. તમારું ધ્યાન કામ પર રહેશે. તમે ખૂબ જ પ્રોડક્ટિવ અને કોન્ફિડન્ટ ફીલ કરશો. સરકારી લાભ મળવાની શક્યતાઓ છે. વેપારી માટે સમય સારો રહેશે.
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને ધન રાશિમાં સૂર્યના ગોચરથી લાભ થઈ શકે છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. સરકાર તરફથી પણ સહયોગ મળશે. સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કાર્ય સફળ થશે. પૈસા ભેગા કરવામાં સરળતા રહેશે. વિદેશથી સંબંધિત વેપારની સ્થિતિ સારી રહેશે અને લાભ મળવાની પણ સંભાવના છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આવી સ્થિતિમાં સૂર્ય ભગવાનની કૃપા આ રાશિ પર રહેશે. પરિવાર તરફથી સહયોગ મળશે. આરોગ્ય પણ સારું રહેશે. પરિવારમાં પણ સુખ-શાંતિ રહેશે. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. લવ લાઈફમાં પણ રોમાન્સ જળવાઈ રહેશે.
આ પણ વાંચોઃ સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે જ શરૂ થશે કમુરતા, માંગલિક કાર્યો વર્જિત