ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ઉધના સ્ટેશન પર ટ્રેનમાં એટલી ભીડ કે મુસાફરોએ 8 વખત ચેઈન ખેંચવી પડી, જુઓ વિડીયો

Text To Speech

દિવાળીની રજાઓમાં પોતાના વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. ત્યારે રાજ્યના તમામ રેલવે સ્ટેશનો પર ભીડનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ સુરત ઉધના રેલવે સ્ટેશન પર એટલી ભીડ હતી કે ટ્રેનમાં ચઢવા માટે 8 વખત ચેઈન ખેંચવામાં આવી હતી.

કેટલા હતા મુસાફરો ?

સુરતથી ઉત્તર ભારત, બિહાર તરફ જવા માટેના મુસાફરોની સંખ્યા સૌથી વધુ હોય છે ત્યારે ઉધના સ્ટેશનથી રવિવારે અંત્યોદય ટ્રનમાં 3000 લોકોએ મુસાફરી કરી, જેની ક્ષમતા 1700 સીટની જ હતી. જ્યારે 5000 યાત્રીઓ ચઢી શક્યા જ ન હતા. આ ઉપરાંત અંત્યોદય ટ્રેનમાં 8 વખત ચેઈન ખેંચવામાં આવી હતી. જેથી ટ્રેન નિલગીરી એલસી ગેટ ક્રોસિંગ પાસે 47 મિનિટ રોકાઈ હતી.

Udhna Railway Station Diwlai Hum Dekhenege News 02

બીજી તરફ તાપ્તી ગંગા ટ્રેનમાં 400 કન્ફર્મ સહિત 1900 યાત્રીઓ રહી ગયા હતા. યાત્રીઓએ ટ્રેનમાં ખીચોખીચ ભરાઈને મુસાફરી કરવી પડી હતી. જો કે, પ્લેટફોર્મ પર પણ પગ મૂકવા જેટલી જગ્યા ન હતી. પ્લેટફોર્મ પર નાની ઉંમરથી લઈ મોટી ઉંમરના લોકોએ હાંલાકી વેઠવી પડી હતી. મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલી પડી રહી હતી.

Udhna Railway Station Diwlai Hum Dekhenege News 01

એટલું જ નહીં ટ્રેનમાં એટલી ભીડ હતી કે મુસાફરો ટ્રેનના દરવાજામાંથી પ્રવેશ કરી ન શકતા ટ્રેનના કોચની બારીમાંથી પ્રવેશ મેળવ્યો હતો. ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવાની જગ્યા ન રહેતા નાના બાળકો અને વૃધ્ધોની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તહેવારો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મુશ્કેલી ઊભી થઈ હતી.

Back to top button