ટ્રેન્ડિંગમનોરંજન

રવીના ટંડનની પટણા શુક્લાનું ટ્રેલર રીલીઝ, લોકોને પસંદ પડ્યો વિષય

Text To Speech
  • પટણા શુક્લાનું ટ્રેલર રીલીઝ કરવામાં થયું છે. વિવેક બુડાકોટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રવીના વકીલ તન્વી શુક્લાનું પાત્ર ભજવી રહી છે.

મુંબઈ, 11 માર્ચઃ રવીના ટંડનની ફિલ્મ પટણા શુક્લા 29 માર્ચે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર સોમવારે રીલીઝ કરવામાં આવ્યું છે. વિવેક બુડાકોટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રવીના વકીલ તન્વી શુક્લાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મને સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાનના પ્રોડક્શન હાઉસે બનાવી છે.

આવું છે ફિલ્મનું ટ્રેલર

ફિલ્મના ટ્રેલરની શરૂઆત રવીના ટંડન ઉર્ફે તન્વી શુક્લાથી થાય છે. તન્વીને તેના પતિ સાથે ખૂબ જ સારા રિલેશન છે. તે કિચનમાં ઊભી ઊભી ખુશી ખુશી તેના પતિના મિત્રો માટે જમવાનું બનાવે છે. તેનો પતિ તેના મિત્રોને કહે છે કે તન્વી વકીલ છે. મજાક મજાકમાં તે કહે છે તન્વી એફિડેવિટ ખૂબ સારી બનાવી લે છે. તન્વીને આ વાત ખટકે છે. તેની પાસે પટણામાં થઈ રહેલા રોલ નંબર સ્કેમનો એક કેસ આવે છે. તે આ કેસ પોતાના હાથમાં લે છે અને કોર્ટનો દરવાજો ખટખટાવે છે. જેમ જેમ આ રોલ નંબર સ્કેમ મીડિયામાં હાઈલાઈટ થાય છે, તેમ તેમ તન્વીની મુસીબતો વધી જાય છે. તેના પતિની નોકરી પણ ચાલી જાય છે અને તેને ધમકીઓ મળવા લાગે છે, પરંતુ તે આ કેસને છોડતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

શું કહી રહી છે પબ્લિક?

દર્શકોને પટણા શુક્લાનું ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે. એક યૂઝરે લખ્યું છે, હું પટણાથી છું, તેથી મને આ ટ્રેલર બહુ ગમ્યું છે. હું આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું. અન્ય એક યૂઝરે લખ્યું છે કે ફિલ્મનો વિષય કમાલનો છે. અમે તેને જરૂર જોઈશું. ત્રીજા યૂઝરે લખ્યું છે કે ફિલ્મ રિયાલિસ્ટીક લાગી રહી છે. રવીના ઉપરાંત આ ફિલ્મમાં અનુષ્કા કૌશિક, માનવ વિજ, ચંદન રોય સાન્યાલ, જતિન ગોસ્વામી અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ છે.

આ પણ વાંચોઃ શું તમે નોકરીમાં વારંવાર રજા પાડો છો? તો જાણો આ વ્યક્તિ વિશે

Back to top button