ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

ખીચડી-2ના ટ્રેલરમાં મોજ પડીઃ વિશ્વને બચાવવાના મિશન પર નીકળ્યો પારેખ પરિવાર

Text To Speech
  • ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ખીચડી પરિવારના સભ્યો દુનિયાને બચાવવાના મિશન પર નીકળી પડ્યા છે. કોમેડી, ડ્રામા અને મનોરંજનથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થવાની ખીચડી પ્રેમીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા

મુંબઈઃ લાંબા સમયની રાહ બાદ હવે ‘ખિચડી-2’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. અપેક્ષાઓ પ્રમાણે ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. તમામ પાત્રોએ ‘ખિચડી-2’ સાથે જોરદાર કમબેક કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન આતિશ કાપડિયાએ કર્યું છે. ટ્રેલરમાં સુપ્રિયા પાઠક, જમનાદાસ મજેઠિયા, રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક અને કિર્તી કુલ્હારી જોવા મળે છે. ફિલ્મમાં ફરાહ ખાન અને પ્રતિક ગાંધીએ સ્પેશિયલ અપિયરન્સ આપ્યું છે. પ્રતિક ગાંધીએ કિમિયોમાં જામો પાડી દીધો છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ‘ખીચડી’ પરિવારના સભ્યો દુનિયાને બચાવવાના મિશન પર નીકળી પડ્યા છે. કોમેડી, ડ્રામા અને મનોરંજનથી ભરપૂર આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થવાની ‘ખીચડી’ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ટ્રેલર રીલીઝ થતાની સાથે જ તે વાઇરલ થવા લાગ્યું છે. આ ફિલ્મ 17 નવેમ્બરે થિયેટર્સમાં જોવા મળશે. તેને દિવાળીની રજાઓનો પણ ભરપૂર લાભ મળશે કેમ કે આ ફિલ્મ સાથે ટાઇગર-ટુ સિવાય અન્ય ફિલ્મની ટક્કર નથી. કોઇ બીજી મોટી ફિલ્મ આસપાસમાં રીલીઝ થઇ રહી નથી. ફેમિલી ડ્રામાથી ભરપૂર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

પ્રતિક ગાંધી પાયલોટની ભૂમિકામાં

સુપ્રિયા પાઠક, જે હંસા તરીકે જોવા મળે છે, તે કહે છે કે તેણે મિશન પર ‘કામ’ કરવાનું છે એવું સાંભળીને તે પહેલેથી જ થાકી ગઈ છે. અભિનેત્રી કીર્તિ કુલહારી જેડી મજેઠિયા દ્વારા ભજવવામાં આવેલા હિમાંશુના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવતી જોવા મળી હતી. પ્રતિક ગાંધી પાયલોટની ભૂમિકામાં છે અને કેટલાક રમુજી દ્રશ્યો ઊભા થયા છે. એડવેન્ચર-કોમેડી ખીચડી આતિશ કાપડિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. 2010માં આવેલી ફિલ્મ ખિચડીઃ ધ મૂવીના 13 વર્ષ બાદ આ બીજી ફિલ્મ છે.

‘ખિચડી’ની શરૂઆત એક ટીવી શોથી થઈ હતી

‘ખિચડી’ની શરૂઆત ટીવી શો તરીકે થઈ હતી. બે સિઝન પછી, ખિચડી: ધ મૂવી 2010 માં રિલીઝ થઈ. હવે ફેમિલી કોમેડી ફ્રેન્ચાઇઝીનો આગળનો ભાગ રીલીઝ માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ બાળકોની જીદને હેન્ડલ કરવી મુશ્કેલ લાગે છે? અનુસરો આ ટિપ્સ

Back to top button