ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સર્વે કરી અકસ્માતના 29 હોટ સ્પોટ નક્કી કર્યા

  • અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે
  • પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે આઇ ડિવિઝનમાં અકસ્માત થતો
  • અકસ્માતમાં ઘટાડો કરવા માટે ટ્રાફિક પોલીસે સર્વે કર્યો

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સર્વે કરી અકસ્માતના 29 હોટ સ્પોટ નક્કી કર્યા છે. જેમાં અકસ્માતના હોટસ્પોટ સૌથી વધારે પૂર્વમાં 18, પશ્ચીમમાં 11નો ઉલ્લેખ છે. ચાલુ વર્ષમાં એપ્રિલ સુધીમાં 545 અકસ્માતમાંથી 125નાં મોત થઈ ચુકયા છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તેની સાથે સાથે અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: કન્સ્ટ્રકશન અને સિવિલ વર્કસના બિઝનેશમાં સંકળાયેલી કંપનીના રૂ.200 કરોડના ગોટાળા પકડાયા

અકસ્માતમાં ઘટાડો કરવા માટે ટ્રાફિક પોલીસે સર્વે કર્યો

શહેરમાં થતા અકસ્માતમાં ઘટાડો કરવા માટે ટ્રાફિક પોલીસે વર્ષ 2022 અને 2023માં સર્વે કર્યો હતો જેમાં અમદાવાદમાં અકસ્માત હોટ સ્પોટ તરીકે 29 જગ્યાઓ ઓળખાઈ હતી.જેમાં સૌથી વધારે પૂર્વમાં 18 અને પશ્વિમમાં 11 હોટસ્પોટ સાબિત થયા હતા. અમદાવાદમાં અકસ્માતની વાત કરીએ તો વર્ષ 2022માં 1711 અકસ્માતમાંથી 488 લોકોના મોત અને 2023માં 1767 અકસ્માતમાંથી 535 લોકોના મોત થયા હતા. જ્યારે ચાલુ વર્ષમાં એપ્રિલ સુધીમાં 545 અકસ્માતમાંથી 125નાં મોત થઈ ચુકયા છે.

પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે આઇ ડિવિઝનમાં અકસ્માત થતો

છેલ્લા બે વર્ષમાં થયેલા અકસ્માતોનું સર્વે કરીને ટ્રાફિક પોલીસે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ કુલ 29 અકસ્માત હોટ સ્પોટ તરીકે જાહેર કર્યા છે.જેમાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે આઇ ડિવિઝનમાં અકસ્માત થતો હોવાનું પોલીસ ચોપડે નોંધ્યું છે. બીજી તરફ, અકસ્માત થાય એટલે ફરજિયાત પણે ઘટનાસ્થળે પીઆઇ અને એસીપી વિઝિટ કરીને કંઇ રીતે ક્યાં કારણોસર અકસ્માત થયો તેની વિગતો મેળવીને ઉચ્ચ અધિકારીને જાણ કરવાની હોય છે ત્યારબાદ અસ્થળોએ અકસમાત કઈ રીતે અટકાવી શકાય તેનો રિપોર્ટ કરવાનો હોય છે. હવે અકસ્માત હોટ સ્પોટવાળી જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા પોઇન્ટ ઉભા કરીને વાહનચાલકો પર નજર રાખી રહ્યાં છે.

પશ્વિમમાં અકસ્માતના હોટ સ્પોટ

પકવાન ચાર રસ્તાથી થલતેજ અંડરપાસ, અંદાઝ પાર્ટી પ્લોટથી બ્લ્યુ લગુન પાર્ટી પ્લોટ, ઇસ્કોન રોડ,YMCAથી સરખેજ તરફનો રોડ, જૂના વાડજ સર્કલ, વિજય ચાર રસ્તા, જુહાપુરા ચાર રસ્તા, શાંતિપુરા ચાર રસ્તા, બોપલ વકિલ સાહેબ બ્રિજ, વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ, નરીમનપુરાથી સરખેજ ધોળકા સર્કલ સુધી.

પૂર્વમાં અકસ્માતના હોટ સ્પોટ

મેમ્કો ચાર રસ્તા રોડ, નહેરૂનગર બ્રિજથી સીદ્દી સૈયદની જાળી, ઠક્કરનગર ચાર રસ્તા, નરોડા પાટીયા,ગેલેક્ષી સીનેમા ચાર રસ્તા, સાંરગપુર બ્રિજથી કામદાર મેદાન,રખિયાલ ચાર રસ્તા, રબારી કોલોની ચાર રસ્તાથી અજય ટેનામેન્ટ, સીટીએમ ચાર રસ્તા, ઓઢવ સર્કલથી સરદાર પટેલ રીંગ રોડ બીઆરટીએસ સ્ટેન્ડ, જશોદાનગર ચાર રસ્તા, રોપડા ચાર રસ્તા, પિરાણા ચાર રસ્તા, પીરાણાથી પીપળજ રોડ, નારોલ સર્કલથી નારોલ પોલીસ સ્ટેશન સુધી, લાંભા ટર્નિંગ ભાંમરીયા કૂવા, જેતલપુર હાઇવે

Back to top button