પોલીસે આશ્વાસન આપતાં અંબાજીના વેપારીઓએ બંધનું એલાન મોકૂફ રાખ્યું
અંબાજી, 30 જુલાઈ 2024 ઉત્તર ગુજરાતમાં 1200 કરોડના ખર્ચે શક્તિપીઠ અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.ત્યાં હવે ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં અમુક અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.અંબાજીમાં વધતા જતા ગુનાઓને લઈ વેપારીઓ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.તમામ વેપારીઓએ 31 જુલાઈના રોજ પોલીસની કામગીરી સામે અને અસામાજિક તત્વોના વધતા બનાવોથી સમગ્ર અંબાજી ધામ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પોલીસે આશ્વાસન આપતાં વેપારીઓએ આખરે બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. હવે આવતીકાલે બજાર ખુલ્લુ રહેશે.
પોલીસે આશ્વાસન આપતાં અંબાજી બંધનો નિર્ણય મોકૂફ
અંબાજી પોલીસ સ્ટેશન મંથકે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પહોંચ્યા હતા અને અંબાજી પોલીસ સાથે ચર્ચા વિચારણા કરતા અંબાજી પોલીસના PSIએ ગ્રામજનો અને વેપારીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે અમે જે ગઈકાલે અંબાજીમાં ગુનો બન્યો હતો. તેમાં બે આરોપીઓને પકડી પાડ્યા છે અને વધુમાં અંબાજી ગામની સુરક્ષાને લઈને અમે પેટ્રોલિંગ પણ વધારવાના છીએ. ઘોડેસવારી સાથે વોચ રાખવા અને અંબાજીમાં વાહન ચેકિંગની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેવી અનેકો બાબતોને લઈને ગ્રામજનો અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંબાજીને ભયમુક્ત બનાવવા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. જેથી વેપારીઓ અને ગ્રામજનોએ અંબાજી બંધને કાલે મોફુફ રાખવાનો નિર્ણય કર્યો હતો.
વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. તેમ છતાં પોલીસ દ્વારા એકપણ આરોપીને પકડવામાં ન આવતા જાહેર બજારમાં પથ્થરમારાની ઘટનાને લઈને આજે અંબાજીના વેપારીઓએ માન સરોવર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ અને પોતાની તકલીફો જણાવી હતી. અંબાજીમાં વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે.
આ પણ વાંચોઃગુજરાતના 28 હજાર સ્વ-સહાય જૂથની 3 લાખ મહિલાઓને 350 કરોડની સહાય અપાશે