ચોરોનો ત્રાસ વધ્યો: વાવના તડાવ ગામમાં તસ્કરો ત્રાટકયા, 71 લાખની ચોરી CCTVમાં કેદ
- એગ્રોની દુકાનમાં 71 લાખથી વધુુના ચોરી, અજાણ્યા તસ્કરો CCTVમાં કેદ.
HD ન્યૂઝ ડેસ્ક: બનાસકાંઠાના વાવ તાલુકાના તડાવ ગામમાં 71 લાખથી વધુની ચોરીને અંજામ આપતા અજાણ્યા તસ્કરોએ આંતક મચાવ્યો છે. સમગ્ર બનાસકાંઠા વિસ્તારમાં આવી નાની-મોટી ચોરીઓના બનાવો બનવાના કારણે લોકોમાં ડરનો ભય ફેલાયો છે. વાવના તડાવ ગામમાં એકીસાથે 71 લાખથી વધુની ચોરી થતાં બનાસકાંઠા પોલીસ પણ દોડતી થઈ છે. લાખો રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીના મળી 71 લાખ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
View this post on Instagram
વાવના તડાવ ગામમાં આવેલી એગ્રોની દુકાનમાં ચોરીના બનાવની ઘટના સામે આવી છે. તારીખ 20-08-23ની રાત્રે ગામમાં આવેલી એગ્રોની દુકાનમાં ચોરો ત્રાટકયા હતા. આ દુકાન આ વિસ્તારમાં પેટ્રોલ પંપ ધરાવતા વેપારી વર્ધાજી રાજપુતની હતી. જોકે દુકાનમાં ચોરી થતાં દુકાન માલિકે તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓની દુકાનમાંથી રોકડ રકમ, સોના, ચાંદી સહીત 71 લાખથી વધુની મત્તા ચોરાઈ છે. જેમાં 19 તોલા સોનાના દાગીના અને અન્ય રોકડ રકમ હોવાનું સામે આવ્યું છે.
71 લાખથી વધુની ચોરી થતાં વેપારીએ નોંધાવી ફરિયાદ:
વેપારી વર્ધાજી રાજપુતની દુકાનમાં 20 તારીખના રાત્રે જે ચોરી થઈ તેમાં વેપારીના સોના, ચાંદી સહીત રોકડ રકમ ચોરાઈ હોવાથી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ચોરી મોટી હોઇ પોલીસે કુલ સાત જેટલી ટીમો બનાવી ડોગ સ્કોડ, એફએસએલ, ફિંગર પ્રિન્ટ, અલગ અલગ નિષ્ણાંતોની ટીમો બનાવી ચોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સ્ટેટ જીએસટી વિભાગ એક્શનમાં, ટેક્સચોરો પર આવી તવાઈ