30 એપ્રિલ, 2024 સુધીનો સમય આ રાશિ માટે વરદાન સમાન
- ગુરુ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પુર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી છે. હાલમાં ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે. 30 એપ્રિલ, 2024 સુધી ગુરુ મેષ રાશિમાં રહેશે.
દેવગુરુ કહેવાતા ગુરુ ગ્રહને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલુ છે. દેવગુરુને જ્ઞાનસ શિક્ષક, સંતાન, મોટાભાઈ, ધાર્મિક કાર્ય, ધન, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ કહેવાય છે. ગુરુ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પુર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી છે. હાલમાં તે મેષ રાશિમાં વિરાજમાન છે. 30 એપ્રિલ, 2024 સુધી ગુરુ મેષ રાશિમાં રહેશે. ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ મેષ રાશિમાં રહીને કેટલીક રાશિના લોકો પર 30 એપ્રિલ સુધી વિશેષ કૃપા કરશે.
મેષ રાશિ
માતાનુ સાનિધ્ય અને સહયોગ મળશે. કોમ્પિટિટીવ એક્ઝામ અને ઈન્ટરવ્યુમાં સુખદ પરિણામો મળશે. ઘર-પરિવારમાં ધાર્મિક સંગીત કાર્ય થશે. વાહન સુખમાં વધારો થશે. દાંપત્ય સુખમાં વૃદ્ધિ થશે. લેખન કાર્યોથી આવકમાં વૃદ્ધિના યોગ બનશે.
મિથુન રાશિ
સંપતિથી આવકમાં વૃદ્ધિ થશે. માતા પાસેથી ધનની પ્રાપ્તિ થશે. કળા અને સંગીત પ્રત્યે લગાવ વધશે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. સ્થાન પરિવર્તન પણ થશે. આવકમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. નોકરીમાં બઢતીના યોગ છે. અધિકારીઓનો સહયોગ મળશે. વાહનસુખનો વિસ્તાર શક્ય બનશે.
સિંહ રાશિ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કુટુંબ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. સંતાન સુખમાં વૃદ્ધિ થશે. ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કાર્યમાં વિદેશ પ્રવાસની શક્યતાઓ છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. સ્થાન પરિવર્તન પણ શક્ય છે. મનમાં શાંતિ અને પ્રસન્નતાના ભાવ રહેશે. આત્મવિશ્વાસથી ભરપુર રહેશો. માતા કે પરિવારના કોઈ મહિલા પાસેથી ધન પ્રાપ્તિના યોગ છે.
કન્યા રાશિ
ભવન સુખનો વિસ્તાર થશે. માતા-પિતાનો સહયોગ મળશે. વસ્ત્રો પ્રત્યેનો લગાવ વધશે. વાંચન-લેખનમાં રુચિ રહેશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામો મળશે. મકાન સુખમાં વધારો થશે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ છે.
આ પણ વાંચોઃ અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શોભાયાત્રા કાઢવામાં આવશે