અરબ સાગરમાં ઉદ્ભવેલા તેજ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ગયો
- વાવાઝોડા વિશેની ભારતના હવામાન ખાતાના અધિકારીએ આપી જાણકારી
- “તેજ” વાવાઝોડું હવે ઓમાન-યમનના દરિયા કિનારે ટકરાવાની આશંકા
દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉછળતા ચક્રવાતી તોફાન તેજની ગુજરાત પર કોઇ અસર નહિ થાય તેમ ભારતના હવામાન ખાતાના અધિકારીએ જાણકારી આપી છે. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બની છે જે આગામી 24 કલાક બાદ વધુ મજબૂત બનશે. તે 21 ઓક્ટોબર સુધીમાં ગંભીર ચક્રવાતમાં પરિણમી શકે છે. આ વાવાઝોડું હવે ટળી ગયું છે. હવે આ વાવાઝોડું ઓમાન-યમનના દરિયા કિનારે ટકરાઇ તેવી આશંકા રહેલી છે.
વાવાઝોડા તેજથી ગુજરાતને કોઈ ખતરો નહીં : હવામાન વિભાગ
અહેવાલો અનુસાર, IMDએ જણાવ્યું હતું કે, ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે. જ્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાત ‘તેજ’ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. આવી સ્થિતિમાં પશ્ચિમમાં આવેલા ગુજરાત પર તેની કોઈ અસર થઈ શકે તેમ નથી. ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, હાલમાં વાવાઝોડા તેજથી કોઈ ખતરો રહેલો નથી.
હિંદ મહાસાગરમાં વાવાઝોડાના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલા ફોર્મુલા અનુસાર તેને ‘ તેજ ‘ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ચક્રવાત “તેજ” પશ્ચિમ- ઉત્તર દિશામાં આગળ વધશે. માટે તેની અસર ગુજરાત પર થશે નહી. તે દક્ષિણ ઓમાન તરફ આગળ વધવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતનુ હવામાન સુકુ જોવા મળશે. 22 ઓકટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમવાની આશંકા છે.
બિપરજોય વાવાઝોડાએ સર્જી ભયંકર તારાજી
જૂનમાં બિપરજોય તોફાને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભયંકર તબાહી મચાવી હતી. પહેલા તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું પણ બાદમાં તેણે દિશા બદલી હતી અને કચ્છના દરિયા કિનારે અથડાયું હતું . આ વર્ષે અરબ સાગરમાં આ બીજુ ચક્રવાત છે. હવામાન નિષ્ણાતોએ જણાવ્યું મુજબ, ક્યારેક ચક્રવાતો પોતાના રસ્તેથી ભટકી જાય છે અને બીજી દિશામાં ફંટાઇ જાય છે. એવું જ બિપરજોયના કિસ્સામાં થયું હતું. તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ગુજરાતના માંડવા અને પાકિસ્તાનના કરાંચી તરફથી પસાર થયુ હતું.
આ પણ જુઓ :પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી