ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતના ત્રીજા લગ્ન પણ તૂટશે; પત્નીએ કહ્યું – એડલ્ટ વીડિયો બનાવડાવતો હતો

Text To Speech

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના પૂર્વ સાંસદ આમિર લિયાકતના ત્રીજા લગ્ન પાકિસ્તાનમાં તૂટવા જઈ રહ્યા છે. આમિર લિયાકતની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહે કહ્યું છે કે, તેણે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડાની જાહેરાત કરતી વખતે સૈયદા દાનિયા શાહે આમિર લિયાકત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું કે, આમિર લિયાકત તેને અશ્લીલ વીડિયો બનાવવા માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં, તે મને અન્ય પુરુષો સાથે પણ સૂવા માટે દબાણ કરતો હતો. આમિર લિયાકત પાકિસ્તાનનો પ્રખ્યાત ટીવી પ્રેઝેન્ટેટર પણ છે.

પત્નીએ એડલ્ટ વીડિયો બનાવડાવ્યાનો આક્ષેપ કર્યો
અદાલતમાં દાખલ થયેલી યાચકા પ્રમાણે સૈયદા દનિયા શાહે આરોપ લગાવ્યો છે કે, આમિર લિયાકત વિદેશોમાં લોકોને મોકલવા માટે એડલ્ટ વીડિયો બનાવવા માટે મજબૂર કરી હતી. જ્યારે તેમણે એડલ્ટ વીડિયો બનાવવાની ના પાડી ત્યારે પાંચ દિવસ સુધી એક રૂમમાં કેદ કરી રાખી હતી. તેટલું જ નહીં એ પણ કહ્યું હતું કે, આમિક લિયાકતે બીજા પુરુષો સામે આવવા માટે પણ દબાણ કરતો હતો. આ ઉપરાંત તેણે દાવો કર્યો છે કે, આમિર લિયાકત નપુંસક છે અને ડ્રગ્સ એડિક્ટ છે.

લિયાકત ખૂબ નિર્દયી અને ક્રૂર છેઃ દનિયા
પાકિસ્તાનના દુન્યા ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં સૈયદા દાનિયા શાહે કહ્યું કે, આમિર લિયાકત ખૂબ જ નિર્દયી અને ક્રૂર છે. તે મને સતત ચાર દિવસ સુધી રૂમમાં બંધ રાખતો હતો. તેણે મને સમયસર ભોજન ન આપ્યું અને મને આખી રાત જગાડતો હતો. સૈયદા દાનિયા શાહે કહ્યું કે, હું હજુ બાળક છું, વૃદ્ધ નથી. તે મારું અપમાન કરતો હતો. દરરોજ તે મને હેરાન કરવાનું બહાનું શોધી લાવતો હતો, પછી તે નોકરાણીઓ સાથે સંબંધિત હોય કે મીડિયા સાથે. જો તેને કંઈ ન ગમતું હોય કે ન ગમે તો તે મારી સાથે ખરાબ વર્તન કરતો હતો.

લિયાકતે આરોપોને ફગાવ્યા, કહ્યું- હું ડ્રગ એડિક્ટ નથી
શાહે આરોપ લગાવ્યો હતો કે, લિયાકતે તેની સાથે મારામારી કરી હતી. તેણે લિયાકત સાથે વિતાવેલા સમયની તુલના નર્ક સાથે કરી હતી. સૈયદા દાનિયા શાહે તેના અને તેના પરિવારને ખતરો હોવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે જો તેના પરિવારમાંથી કોઈને તકલીફ થશે તો તેના માટે લિયાકત જવાબદાર રહેશે. તે જ સમયે, લિયાકતે સૈયદા દાનિયા શાહનો એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, તેની પત્નીએ છૂટાછેડાના અહેવાલોને નકારી કાઢ્યા છે. લિયાકતે તે દાવાને પણ નકારી કાઢ્યો હતો કે તે ડ્રગ એડિક્ટ હતો.

Back to top button