ગઈકાલે ગુજરાત ATS દ્વારા અલ કાયદાના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSના અધિકારી દીપન ભદ્રને મીડિયાને જણાવ્યું હતું કે ચારેયને ભારત મોકલતા પહેલા બાંગ્લાદેશમાં તેમના કમાન્ડરોએ તાલીમ આપી હતી. આ ચાર અલ કાયદા માટે ભંડોળની વ્યવસ્થા કરવા માટે જવાબદાર હતા, જે સંગઠનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ખર્ચવામાં આવે છે. આ ઉપરાંત ચારેયને સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવવાની સાથે સાથે તેમને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે સમજાવવાનું કામ પણ સોંપવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ UAPAની કલમ 38, 39 અને 40 હેઠળ FIR નોંધવામાં આવી છે. ભદ્રને જણાવ્યું કે આતંકવાદીઓને જિલ્લાના જુદા જુદા ભાગોમાંથી પકડવામાં આવ્યા છે.પકડાયેલા આતંકવાદી
- મોહમ્મદ સોજીબ
- મુન્ના ખાલિદ અંસારી
- અઝહરૂલ ઇસ્લામ અંસારી
- મોમિનુલ અંસારી
અધિકારીએ કહ્યું કે અમને માહિતી મળી હતી, જેના આધારે અમે સૌથી પહેલા અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા સોજીબની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. સોજીબે જણાવ્યું કે તે તેના અન્ય ત્રણ સાથીઓ સાથે બાંગ્લાદેશથી આવ્યો હતો. તે અલ કાયદા માટે કામ કરે છે. સોજીબ દ્વારા મળેલી માહિતી મુજબ ATSએ શહેરના નારોલ વિસ્તારમાંથી મુન્ના, અઝહરૂલ અને મોમિનુલની ધરપકડ કરી છે. ચારેય ભારતીય નાગરિક તરીકે કારખાનામાં કામ કરતા હતા. ATSએ જણાવ્યું કે આરોપીના રૂમમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને આતંકવાદી સંગઠનનું કેટલુંક સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : GSEB 2023 : HSC, SSC બોર્ડના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર !
સોજીબે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ભારત આવતા પહેલા તેને એનક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશન અને વીપીએનના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેની પાસે બનાવટી દસ્તાવેજોથી બનેલું આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ મળ્યું હતું. ATS અધિકારીના જણાવ્યા અનુસાર તેણે બે લોકોને કટ્ટરપંથી પણ બનાવ્યા હતા. આ ઉપરાંત તે વિવિધ રાજ્યોના યુવાનોના સંપર્કમાં હતો. ટીમ અન્ય મુદ્દાઓની તપાસ કરી રહી છે જેમાં તેમને બાંગ્લાદેશથી ભારતમાં લાવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી તે મામલે પણ તપાસ કરી રહી છે.