નેશનલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો, એક પોલીસ જવાન શહીદ

Text To Speech

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા છે. તો આ હુમલામાં એક અન્ય સીઆરપીએફ જવાન ઈજાગ્રસ્ત થયો છે. હુમલો પુલવામાના પિંગલાનામાં થયો છે. અહીં આતંકીઓએ સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું.

 હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થયો અને સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી

આ હુમલામાં એક પોલીસ કર્મી શહીદ થયો અને સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી છે. આ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં કરવા માટે સૈન્ય મોકલવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે મામલાની જાણકારી આપતા જણાવ્યું કે આ ક્ષેત્રની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે આતંકીઓએ પુલવામાના પિંગલાનામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ હુમલાના થોડા સમય પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં લશ્કર તૈયબા સાથે સંબંધ રાખનાર એક આતંકીને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કરી દીધો હતો. આ આતંકીની ઓળખ નસીર અહમદ ભટના રૂપમાં થઈ હતી. જાણવા મળ્યું કે હાલમાં એક એનકાઉન્ટર દરમિયાન તે ભાગવામાં સફળ રહ્યો હતો. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે તે ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યો હતો.

શોપિયાંમાં લશ્કરનો આતંકવાદી માર્યો ગયો

આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. આતંકીની ઓળખ શોપિયાના નૌપોરા વિસ્તારના નસીર અહેમદ ભટ તરીકે થઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના બાસ્કુચાન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ઈનપુટ મળ્યા બાદ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

આ પહેલા પણ આ આતંકી સુરક્ષાદળોને ચકમો આપીને ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા દળો વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર થયું, જેમાં લશ્કર-એ-તૈયબાનો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ષડયંત્ર કે અકસ્માત ? જમ્મુ-કાશ્મીરમાં પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી બસમાં બ્લાસ્ટ

Back to top button