આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સંઘર્ષ વચ્ચે લેબનોનના આંતકી સંગઠને ઈઝરાયેલ પર કર્યો ઘાતકી હુમલો

Text To Speech
  • લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે  ઈઝરાયેલ હુમલો કર્યો
  • જવાબમાં ઈઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલા શરૂ કર્યા
  • જંગમાં મોટાપાયે જાનમાલનું નુકસાન પહોંચ્યું

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શનિવારે શરૂ થયેલું યુદ્ધ બીજા દિવસે પણ ચાલુ છે. ઈઝરાયેલે કહ્યું છે કે રવિવારે યુદ્ધમાં તેના 26 સૈનિકો માર્યા ગયા હતા. બીજી તરફ રવિવારે સવારે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલ પર મોર્ટાર હુમલો કર્યો છે. તેના જવાબમાં ઇઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. જેને લઈ ઈઝરાયેલ અને લેબનો સરહદ પર તણાવ વધી રહ્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઇઝરાયેલી સૈન્યએ ડ્રોન દ્વારા ડોવ વિસ્તારમાં હિઝબુલ્લાહની પોસ્ટ પર હુમલો કર્યો છે.

Israel attack
Israel attack

 

બીજી તરફ, હિઝબુલ્લાહે રવિવારે કરેલા રોકેટ હુમલાની જવાબદારી લીધી છે. લેબનોનથી છોડવામાં આવેલા રોકેટ શેબા ફાર્મ્સમાં ઇઝરાયેલી લશ્કરી પર પાડવામાં આવ્યા હતા. અને કહ્યું કે, આ યુદ્ધમાં તેઓ પેલેસ્ટિનિયન સાથે છે. આ દરમિયાન ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીની આસપાસના આઠ વિસ્તારોમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે.

હુમલામાં 300 ઇઝરાયેલીઓ માર્યા ગયા

હમાસના બંદૂકધારીઓએ શનિવારે ઇઝરાયેલના કેટલાક શહેરોમાં ઘાતક હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 300 ઇઝરાયેલીઓ માર્યા ગયા અને કેટલાક અન્યનું અપહરણ કરવામાં આવ્યું છે. અડધી સદી પહેલા યોમ કિપ્પુર યુદ્ધ પછી ઇઝરાયેલમાં હિંસાનો આ સૌથી ભયંકર દિવસ હતો. જવાબમાં ઇઝરાયેલે વિનાશક જવાબી હુમલાઓ શરૂ કર્યા, જેના પરિણામે ગાઝામાં 230થી વધુ જાનહાનિ થઈ હતી. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ અને તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

આ પણ વાંચો: હમાસ-ઈઝરાયેલ ઘર્ષણમાં બંને પક્ષે ૫૦૦થી વધુ મૃત્યુ

Back to top button