મહાનગરોમાં શ્વાનનો આતંક : સુરત બાદ રાજકોટમાં પણ શ્વાને અઢી વર્ષના બાળકને બચકા ભર્યા
રાજ્યના મહાનગરોમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. સુરતમાં રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા શ્વાનો ખાસ કરીને નાના બાળકોને નિશાને લઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં 2 વર્ષની બાળકી પર ત્રણ શ્વાનોએ હુમલો કરતા ત્રણ દિવસમાં જ તેનું મોત નિપજ્યું હતુ ત્યારે આજે રાજકોટમાં પણ રખડતા શ્વોનોએ અઢી વર્ષના બાળકને બચકા ભર્યા હોવાની ધટના સામે આવી છે.
અઢી વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા
સુરત બાદ હવે રાજકોટમાં પણ રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જાણકરી મુજબ ગઈ કાલે 8:30 કલાક આસપાસ સાપર વેરાવળ ખાતે આવેલા શીતળા માતાના મંદિર પાસે અર્શદ મહમદ અંસારી નામના અઢી વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે.
રમવા ગયેલ બાળક શ્વાનના આતંકનો ભોગ બન્યો
રાજકોટ મહાનગરપાલિકા શ્વાનના ખસીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તેમ છતાં શ્વાનના આતંકની ઘટનાઓ બંધ નથી થતી. ગઈકાલે રાજકોટના ગ્રામ્ય પંથકમાં રમવા ગયેલો અઢી વર્ષનો બાળક શ્વાનનો ભોગ બન્યો હતો. અર્શદ નામનો બાળક શીતળા માતાના મંદિર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને આવીને બાળકને આગળ અને પાછળના ભાગે બટકા ભર્યા હતા.
બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
આ ઘટના અંગે આસપાના લોકો દ્વારા બાળકના માતાપિતાને જાણ કરાતા દોડી આવ્યા હતા. અને ઘાયલ બાળકને તાત્કાલિક અસરથી સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : AMCના કર્મચારી પર હુમલો કરનાર આશિષ ત્રિપાઠી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ