ગુજરાતમાં દિવસે દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં ઢોરના ત્રાસથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે હવે ગોંડલ શહેરમાં રખડતા ઢોરને કારણે એક વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગોંડલમાં આખલાએ વૃદ્ધને અડફેટે લઈને હવામાં ઉછાળ્યા હતા. આ ઘટના ગોંડલના દરબાર ગઢ ખાતે બની હતી.
ગોંડલમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધનું મોત#Rajkot #Gondal #GujaratiNews #Gujarat pic.twitter.com/1243ROffg9
— Mahesh Chaudhari (@mchaudhri21) September 8, 2022
ગોંડલ શહેરની આ ઘટના ત્રીજી સપ્ટેમ્બરની છે. આખલાએ અડફેટે લીધા બાદ વૃદ્ધને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે વૃદ્ધ પોતાના ઘરની આસપાસ ફરી રહેલા એક આખલાને લાકડી વડે દૂર ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આખલાએ તેમના ઉપર હુમલો કરે છે અને હવામાં ફંગોળે છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એવી પણ માહિતી મળી છે કે ગોંડલના આ જ વિસ્તારમાં આખલાએ એક જ દિવસમાં ચાર જેટલા લોકોને અડફેટે લીધા હતા.
આ પણ વાંચો : વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ભગવાન શિવનું કર્યું અપમાન, લોકોમાં ભારે આક્રોશ