નેશનલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વડા સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવાયો

Text To Speech

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વડા સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ સાથે હવે તેઓ નવેમ્બર 2023 સુધી EDના ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. આ ત્રીજી વખત છે જ્યારે તેમને સતત એક્સ્ટેંશન આપવામાં આવ્યું છે. સરકારે ગયા વર્ષે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં ED અને CBIના ડિરેક્ટરનો કાર્યકાળ ફરજિયાત બે વર્ષના સમયગાળા પછી ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. બાદમાં મિશ્રાને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે બીજી વખત હતું.

સંજય કુમાર મિશ્રા આવકવેરા કેડરમાં 1984 બેચના IRSO

ગુરુવારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેબિનેટની નિમણૂક સમિતિએ સંજય કુમાર મિશ્રાના ડિરેક્ટર ED તરીકેના કાર્યકાળમાં એક વર્ષ (18 નવેમ્બર, 2022 થી 18 નવેમ્બર, 2023 સુધી)ના સમયગાળા માટે વિસ્તરણને મંજૂરી આપી છે. સંજય કુમાર મિશ્રા આવકવેરા કેડરમાં 1984 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે અને 19 નવેમ્બર, 2018 ના રોજ EDના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. ED ડાયરેક્ટરનો બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ હોવાથી તેમનો કાર્યકાળ આવતા અઠવાડિયે સમાપ્ત થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ED કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ અને કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2018માં લાવવામાં આવેલ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની ફોજદારી જોગવાઈઓને લાગુ કરે છે.

Back to top button