આગામી 5 દિવસ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહશે, આ બે દિવસ રેડ એલર્ટ જાહેર !
કમોસમી વરસાદની રાહત બાદ હવે તાપમાનનો પારો પણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન લગાવ્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 10 અને 12 મે ના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભાસ્કર ચૌધરી, કિરણ પટેલ અને હવે સંજય રાય, ક્યાં સુધી ચાલશે આ સિલસિલો ?
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ હવે તાપમાનનો પારો ધીમે ધીમે વધી શકે છે. કમોસમી વરસાદની રાહત બાદ હવે ગરમીમાં શેકાવવાનો વારો આવી શકે છે. અમદાવાદના વાતાવરણમાં હવે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગમી 5 દિવસ સુધી શહેરનું તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે હવે અમદાવાદમાં કાળઝાળ ગરમી પાડવાની પયરેપુરી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં એપ્રિલ માસની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ ખબક્યો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. હવે કમોસમી વરસાદની રાહત બાદ ગરમી પણ દિવસે દિવસે વધી રહી છે.