તાપમાન વધી રહ્યું છે, ત્વચાની તકેદારી પણ વધારો. જાણી લો કેટલાક સરળ ઉપાય

ઉનાળો, આમ તો મોટાભાગના લોકોને ન ગમતી સિઝન છે. કારણ કે ઘરમાં ગરમી, બહાર નિકળો તો તડકો, માણસ જાયે તો જાયે કહાં જેવી સ્થિતી થઈ જતી હોય છે. એમાંય પોતાના દેખાવ માટે સજાગ રહેતા લોકો તો ઉનાળો શરૂ થતા પહેલા જ પોતાની સ્કીનની વિશેષ તકેદારી રાખવા અવનવા નુસ્ખા શોધી લાવતા હોય છે. ઉનાળામાં વધારે પડતા તાપમાનમાં બહાર ફરવાનું થાય ત્યારે તે ચામડી અને વાળ માટે નુકસાનકારક નિવડે છે. ત્યારે આવો જાણીએ કેટલીક સરળ ટીપ્સ જેનાથી તમે ચામડી અને વાળને સુરક્ષિત રાખી શકો છો.
ચહેરાની ત્વચાને હાઈડ્રેટ રાખો
ઉનાળામાં સૂર્યના આકરા કિરણોને કારણે ચહેરા પરની સ્કીન ડિહાઈડ્રેટ થઈ જાય છે. આવા સંજોગોમાં તમે ચહેરાની ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે એલોવેરાની મદદ લઈ શકો છો. એલોવેરા એક ઔષધિય છોડ છે. માત્ર ત્વચા જ નહીં સમગ્ર શરીર માટે તે ફાયદાકારક છે. એલોવેરામાં વિટામીન્સ, મિનરલ્સ સહિત લગભગ 80 પ્રકારના પોષક તત્વો હોય છે. એલોવેરા જેલમાં ગુલાબજળ અથવા તો મુલ્તાની માટી મિક્સ કરી તેનો ફેસપેક બનાવી રાત્રે સૂતા પહેલા તેને ચહેરા પર લગાવો, સવારે જ્યારે તમે ચહેરો ધોશો ત્યારે તમને તેનું પરિણામ દેખાશે. ફેસ પરની સ્કીન એકદમ હાઈડ્રેટ અને ફ્રેશ દેખાશે.

બહાર નિકળતી વખતે ચહેરાને આ રીતે ઢાંકો
મોટાભાગના લોકો ઉનાળાની સિઝનમાં બહાર નિકળતી વખતે ચહેરાને ઢાંકતા હોય છે. પરંતુ તેમાં ખાસ કાળજી એ રાખવાની છે કે જે કાપડનો તમે ઉપયોગ કરો છો તે નરમ અને પરસેવાને શોષી લે તે પ્રકારનું હોવું જોઈએ. સુતરાઉ કાપડ ચહેરો ઢાંકવા માટે શ્રેષ્ઠ છે. તેમાં પણ લાઈટ કલર અને પાતળું કાપડ ઉપયોગમાં લેવામાં આવે તો ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહે છે. કપાળથી લઈને ગળા સુધીનો ભાગ ઢંકાઈ તે રીતે કાપડ બાંધવુ જરૂરી છે. જેના કારણે સમરમાં સ્કીનને ટેઈન થતી બચાવી શકાય.
આ પણ વાંચો : ડાયેટ સારુ નહીં હોય તો સુવા માટે તડપવું પડશેઃ સુધારી લો આ આદતો

પીવાના પાણીમાં આ વસ્તુઓ ઉમેરો
જ્યારે શરીરમાં પાણીની ઉણપ હોય છે, જે ડિહાઇડ્રેશન તરફ દોરી જાય છે અને શરીરમાં બળતરા અને ત્વચા વૃદ્ધત્વને વેગ આપે છે. ખાસ કરીને ઉનાળામાં પાણી પીવાનું પ્રમાણ વધારવું હિતાવહ છે. પાણીમાં લીંબુ, ફુદીનો, તુલસી અને આદુ નાંખીને પીવાથી પણ ત્વચાને ખૂબ ફાયદો મળે છે. તુલસીમાં હાજર ફ્લેવોનોઈડ્સ ત્વચાને નુકસાનથી બચાવે છે. તો વળી ફુદીનાને મિક્સ કરીને પાણી પીવાથી શરીર ઠંડુ અને ઠંડક બને છે. આ સિવાય તમારું પાચન પણ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે. ફુદીનો અને પાણી ખીલ, બળતરા, ચહેરાના ત્વચા ચેપમાં રાહત આપે છે.
આ પણ વાંચો : ડાયેટ સારુ નહીં હોય તો સુવા માટે તડપવું પડશેઃ સુધારી લો આ આદતો