ગુજરાતના બે શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર, જાણો કયા કેટલુ તાપમાન રહ્યું
- અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે
- રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર ગયો
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં બે દિવસ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. વિશેષ રીતે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે. આ સાથે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો નોંધાશે.
આ પણ વાંચો: યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારી પુરજોશમાં, પાંચ લાખ લાડુ તૈયાર કરાયા
અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે
અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે. તેમજ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનનો આંકડા જોઇએ તો ગાંધીનગર 37.2 ડિગ્રી, ડીસા 37.9 ડિગ્રી તથા વડોદરા 38.6 ડિગ્રી, અમરેલી 40.3 ડિગ્રી, ભાવનગર 37.4 ડિગ્રી તેમજ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર ગયો છે. તેમાં અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયુ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયુ છે. માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. માર્ચ મહિનામાં જ મે અને જૂનમાં પડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં હજૂ પણ ગરમી કહેર મચાવશે.