ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

મેદાની વિસ્તારોમાં તાપમાન શુન્યથી ઓછુઃ તો પણ કેમ નથી થતી બરફવર્ષા?

Text To Speech

આ વખતે ઠંડીની સીઝનમાં કેટલાય મેદાની વિસ્તારોમાં તાપમાન શુન્યથી નીચે એટલે કે માઇનસમાં ચાલ્યુ ગયુ. તાપમાન માઇનસમાં જાય એટલે લોકો એમ વિચારવા લાગે છે કે બરફવર્ષા તો થાય જ, પરંતુ મેદાની વિસ્તારોમાં સામાન્ય રીતે બરફવર્ષા જોવા મળતી નથી. તેથી જો દિલ્હીમાં તાપમાન ઝીરોથી નીચે જાય તો પણ બરફવર્ષા થતી નથી. તેની પાછળ ભૌગોલિક કારણોની સાથે સાથે હવામાન સાથે જોડાયેલા ટેકનિકલ કારણો પણ છે.

મેદાની વિસ્તારોમાં તાપમાન શુન્યથી ઓછુઃ તો પણ કેમ નથી થતી બરફવર્ષા? hum dekhenge news

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્ર કહે છે કે બરફવર્ષા એક પ્રકારનું પ્રેસિપિટેશન છે, એટલે કે તેને વાદળોની જરૂર હોય છે. મેદાની વિસ્તારોમાં વાદળ હોવાથી તાપમાન વધે છે. આવા સંજોગોમાં શુન્ય ડિગ્રી સાથે વાદળનું કોમ્બિનેશન થઇ જાય તો આમ થવુ મુશ્કેલ છે.

મેદાની વિસ્તારોમાં તાપમાન શુન્યથી ઓછુઃ તો પણ કેમ નથી થતી બરફવર્ષા? hum dekhenge news

દિલ્હીની આસપાસના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન માઇનસમાં નોંધાયુ છે. મંગળવારે પણ તાપમાન હિસાર, ચુરૂ અને અલવર જેવા સ્ટેશનો પર ઝીરો ડિગ્રીથી ઓછુ નોંધાયુ હતુ. ખાસ કરીને મેદાની વિસ્તારોમાં તાપમાન માઇનસમાં ત્યારે આવે છે, જ્યારે હિમાલય પર થતી બરફવર્ષા બાદ ઠંડા પવનો ઉત્તર પશ્વિમ ભારતના મેદાની વિસ્તારોમાં જાય છે. ખાસ કરીને આ હવા શુષ્ક હોય છે અને તેની સાથે વાદળોનું ફોર્મેશન હોતુ નથી. તેથી આ કારણે તાપમાન ખુબ નીચે જાય તો પણ બરફવર્ષા જેવી પરિસ્થિતિ સર્જાતી નથી.

આ પણ વાંચોઃ અજય દેવગણની ‘ભોલા’માં તબુનો દબંગ લુક વાઇરલઃ ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Back to top button