ગુજરાતમાં ગરમીનો પારો 40ને પાર થવાની શકયતા, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
- અમરેલીમાં 38.4 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે
- દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુંકાશે
- રાજકોટમાં ગરમીનો પારો 38.7 ડિગ્રીએ પહોંચ્યો
ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થવાની શકયતા છે. ત્યારે રાજ્યમાં ગરમીનો પારો વધશે. જેમાં મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી પહોંચ્યો છે. તથા ગઈકાલે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. હાલ મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રી થયો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુકાશે
રાજ્યના કેટલાક વિસ્તારમાં એક થી બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવનો ફુંકાશે તેમજ જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનોની ગતિ રહેશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવશે. દરિયા કિનારાના વિસ્તારોમાં અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાનમાં વધવાની શક્યતા નહીવત રહેલી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
અમરેલીમાં 38.4 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે
ગઈકાલે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જેમાં રાજકોટમાં ગરમીનો પારો 38.7 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ ગઈકાલે અમદાવાદ, ગાંધીનગરનું તાપમાન 38 ડિગ્રી પહોંચ્યુ છે. ડીસા 36.2 , વડોદરા 37.4 ગરમીનો પારો પહોંચ્યો છે. તથા અમરેલીમાં 38.4 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચ્યો છે. તથા સુરતમાં 36.6 જ્યારે ભુજમાં 36.5 ડિગ્રી ગરમી પડી રહી છે. રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે સાથો સાથ તાપમાન યથાવત રહેવાની પણ વાત કરી છે. અત્યારે તાપમાન વધવાની શક્યતાઓ નહીંવત હોવાનું જણાવ્યું છે.