રાજ્યમાં જે રીતે ઠંડીની અસર થઈ છે તે હિસાબે હવામાન વિભાગને આગામી દિવસોમાં ગરમી પણ પ્રકોપ વધારશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં સતત ગરમી વધી રહી છે. રાજ્યમાં ઘણાં શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધારે નોંધાઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ધીમે-ધીમે ઉનાળો આકરો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ગરમીની શરૂઆત થતાં સિંગતેલ બાદ લીંબુના ભાવ પણ લોકોને રડાવશે
જેમાં ગરમીના કારણે તાપમાન 6 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. આજે મોટા ભાગના શહેરોમાં તાપમાન ગત રોજના તાપમાન કરતાં વધેલું રહેવાનું અનુમાન છે અંદાજિત વરતારામાં પણ જોવા મળી રહ્યું છે કે ગઈ કાલ કરતા ગુજરાતનો શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો છે.
હાલ ઉત્તર પૂર્વિય ઠંડા પવનોને લીધે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં તાપમાનમાં વધારો થવાના કારણે દિવસ દરમિયાન ગરમીમા વધારો થઈ ગયો છે. રાજ્યભરમાં દિવસે આકરી ગરમી દઝાડી રહી છે બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે.
માઉન્ટ આબુમાં પણ ગરમી વધી
માઉન્ટ આબુમાં દિવસ દરમિયાન તાપમાન 22 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે રાતના સમયે તાપમાનનો પારો આઠ ડિગ્રી પર અટક્યો હતો. આમ માઉન્ટ આબુમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટતા સહેલાણીઓનો ધસારો વધવા લાગ્યો છે. રજાના દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળી રહ્યા છે.