રાજ્યના તાપમાનમાં આજથી ઘટાડો, પારો ગગડતા અનુભવાશે કાતિલ ઠંડી
ગુજરાતમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે આજથી ફરી તાપમાન સામાન્ય થયુ છે. ત્યારે અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનુ પ્રમાણ ફરી વધુ જોવા મળ્યુ છે. આજથી શહેરમાં સામાન્ય કરતાં વધુ સામાન્ય તાપમાનના લગભગ એક અઠવાડિયા પછી જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ રવિવારથી પારો ગગડવાની સંભાવના છે, આથી રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો અનુભવ થશે.
રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધશે
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ શનિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 34 ડિગ્રી સેલ્સિયસ અને 20.1 ડિગ્રી, સામાન્ય કરતાં 4.4 અને 6.4 ડિગ્રી વધુ રહ્યુ હતુ. ત્યારે રવિવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. સવાર તેમજ સાંજના સમયે અઠવાડીયા કરતા વધુ તાપમાન નોંધાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યુ, આજથી ચાર દિવસ માવઠાની આગાહી
2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા
આ પ્રદેશમાં આગામી બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે,’ આગાહી જણાવે છે. સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ રહ્યું હતું. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે.