- ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી
- 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું
- ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહિ
ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. જેમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. અમદાવાદમાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તથા ડીસામાં 10.4 ડિગ્રી, વડોદરામાં 11.0 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી, ભુજમાં 13.9 ડિગ્રી, કંડલામાં 10.9 ડિગ્રી, પોરબંદરમાં 13.0 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.0 ડિગ્રી સાથે મહુવામાં 11.6 ડિગ્રી, કેશોદમાં 14.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું
મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. તેમાં 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. ત્યારે 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.