રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું, આ દિવસથી હાડથીજવતી ઠંડી શરુ
રાજ્યમાં હવે ધીરે ધારે શિયાળો જામી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં શીતલહેર જોવા મળી હતી. અને આગામી ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે મુજબ ગઈ કાલે અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.
ગઈ કાલનું તાપમાન
ગઈ કાલે હવામાન વિભાગની આગાહી મુજબ અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. એક રાતમાં તાપમાન 3 ડિગ્રી ગગડ્યું હતું. મહત્વનું છે કે સિઝનમાં પહેલીવાર ઠંડી 10 ડિગ્રીએ પહોંચી ઠંડીનો પારો 10 થી 12 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં 10થી 12 ડિગ્રી તો 8.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
હવામાનનની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડી વધી રહી છે. જ્યારે હવામાન વિભાગે આજથી ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે હૂંફાળા વાતાવરણનો અંત આવશે અને ઠંડીનો ચમકારો વધશે. છેલ્લા કેટલાક દિવસથી તો ગુજરાતનું વાતાવરણ સુકૂં હતુ પરંતુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ઠંડીંનું પ્રમાણ વધ્યું છે.
હવામાન નિષ્ણાતે કરી આગાહી
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે 25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે 22થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે. તેમજ 25થી 30 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફુકાશે. 17 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે અને 20 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ : આજે અધ્યાત્મ અને આરોગ્ય દિનની ઉજવણી, જાણો સમગ્ર કાર્યક્રમ