ગુજરાત

કિશોર ન્હાવા ગયો અને પાછળ જઈ યુવકે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Text To Speech

ગુજરાતને શરમસાર કરતા કિસ્સાઓ આજકાલ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે અને આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત શહેરના સલાબતપુરા(Salabatpura) વિસ્તારમાં સાંજે 15 વર્ષીય કિશોર ઘર પાસેના સુલભ શૌચાલય(Sulabh Sauchalay)માં ન્હાવા માટે ગયો હતો. આ સમય દરમિયાન તેની પાછળ જઈ 20 વર્ષીય પરિચિત યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવામાં આવ્યું હતું. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 20 વર્ષના પરિચિત લવરમૂછિયાની સલાબતપુરા પોલીસ દ્વારા ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

વોચમેનને શંકા જતા સમગ્ર મામલો સામે આવ્યો:
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સુરત શહેરના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 15 વર્ષના કિશોર સાંજે 4.30 વાગ્યાના અરસામાં ઘર પાસેના સુલભ શૌચાલયમાં ન્હાવા માટે ગયો હતો. તેને અંદર જતો જોઈ તેના ઘર પાસે જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી (ઉ.વ.20) પણ તેની પાછળ આવ્યો હતો. પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી દ્વારા તેની પાછળ જઈને કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. કિશોરની પાછળ લબરમૂછિયાને જતો જોઈને સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી. જ્યારે વોચેમેન દ્વારા અંદર જઈ તપાસ કરવામાં આવતા લબરમૂછિયા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતનો પર્દાફાશ થયો હતો.

વોચમેન દ્વારા આ અંગે પરિવારને જાણ કરવામાં આવી
સમગ્ર બનાવ અંગે વોચમેન દ્વારા કિશોરના પિતાને જાણ કરવામાં આવતા તેમણે પરિવારના સભ્યો સાથે વાતચીતો કરી હતી. ત્યાર પછી મોડીરાત્રે સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવું ગુનો તો છે જ, પરંતુ સિક્કાની બીજી બાજુ જોવામાં આવે તો તે સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય. આવા કિસ્સાઓ, સમાજનાં યુવકોમાં હાલ પ્રવર્તમાન માનસિકતા છતી કરે છે. બાળકો સાથે અપકૃત્ય, સગિરા અને મહિલાઓ પર બળાત્કાર વિગેરે કિસ્સા ગુના કરતા પણ વધુ છે અને તેને કાબુમાં કરવા માટે ફક્ત કાયદો જ નહીં સમાજે પણ ભૂમિકા ભજવવી ઘટે તે હકીકત છે.

Back to top button