ટ્રેન્ડિંગમનોરંજન

રણબીર કપૂરના જન્મદિવસે જ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું

Text To Speech
  • રણબીર કપૂરના જન્મદિવસ પર તેના ચાહકોને મોટી ભેટ
  • ફિલ્મ અભિનેતા રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર થયું રિલીઝ
  • ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરનો દમદાર અવતાર 

ફિલ્મ અભિનેતા રણબીર કપૂરના જન્મદિવસ પર ગુરુવારે(28 સપ્ટેમ્બરે) તેના ચાલકોને એક મોટી ભેટ મળી છે. રણબીર કપૂરે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલનું ટીઝર ટી-સીરિઝ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂરનો દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. એનિમલ ફિલ્મને અંદાજે રૂપિયા 100 કરોડનાં ખર્ચે બનાવવામાં આવી છે.

‘એનિમલ ફિલ્મનું અમેઝિંગ ટીઝર રિલીઝ

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલમાં અભિનેતાનો વિકરાળ લુક તમારા હોશ ઉડાવી દે તેવો રહેલો છે. જબરદસ્ત એક્શન જોઈને ચાહકોના દિલ ધ્રૂજી જશે. એનિમલના ટીઝરમાં રણબીર કપૂરનો દરેક લૂક એકદમ કિલર અને ડેશિંગ લાગી રહ્યો છે. લાંબી દાઢી, લાંબા વાળથી લઈને ક્લીન શેવન લુક સુધી રણબીર દરેક સ્ટાઈલમાં શાનદાર લાગી રહ્યો છે. લોકોએ રણબીર કપૂર આ પહેલા ક્યારેય પડદા પર આવું પાત્ર ભજવતો જોયો નથી. આ ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. ટીઝરના અંતમાં બોબી દેઓલ જોવા મળે છે. બોબી દેઓલનો આ લુક વેબસીરિઝ આશ્રમમાં જોવા મળ્યો તેવો લાગી રહ્યો છે. આ સાથે જ રણબીર કપૂર પહેલીવાર ‘એનિમલ’માં નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. આ ફિલ્મમાં તે ગીતાંજલિનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ રણબીર કપૂર માટે પણ ખૂબ જ ખાસ છે, કારણ કે આ પહેલા તે ક્યારેય આટલા અલગ અવતારમાં જોવા મળ્યો નથી.

ક્યારે થશે ફિલ્મ એનિમલ રીલીઝ ?

આ ફિલ્મ અગાઉ ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી. પાછળથી ઓગસ્ટમાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સની દેઓલની ‘ગદર 2’ અને અક્ષય કુમાર સ્ટારર ‘OMG 2’ સાથે ટકરાઈ રહી હતી. આને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ ડેટ વધારી દીધી છે. હવે આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થશે. એનિમલનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે. આ સિવાય તેણે તેની વાર્તા પણ લખી છે. ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

આ પણ જોવો: જૂઓ લાઈવ, મુંબઈમાં લાલબાગના રાજાની વિસર્જન સવારી નીકળી

Back to top button