બુર્જ ખલીફા પર બતાવાયું રણબીર-બોબીની ફિલ્મ એનિમલનું ટીઝર


- એનિમલ ફિલ્મનું ટીઝર દુબઈના બુર્જ ખલીફા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખાસ ક્ષણ માટે ફિલ્મના સ્ટાર રણબીર કપૂર અને બોબી દેઓલ પણ દુબઈ પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ એનિમલને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને અનિલ કપૂરે મહત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ ‘એનિમલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ બધાની વચ્ચે ફિલ્મનું ટીઝર દુબઈના બુર્જ ખલીફા પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખાસ ક્ષણ માટે ફિલ્મના સ્ટાર રણબીર કપૂર અને બોબી દેઓલ પણ દુબઈ પહોંચ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
‘એનિમલ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું હતું. હવે દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર ફિલ્મનું 60 સેકન્ડનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખાસ ક્ષણ માટે રણબીર કપૂર, બોબી દેઓલ અને ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ દુબઈ પહોંચ્યા હતા.
Took over Dubai last night.
Taking over the world, December 1.#AnimalTheFilm #RanbirKapoor— Sasta Tarantino (@Sparkhi01) November 18, 2023
બોબી દેઓલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એનિમલના ટીઝર રિલીઝનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં ભૂષણ કુમાર અને રણબીર અને બોબી સહિત અન્ય લોકો રેલિંગ પર ઝૂકીને બુર્જ ખલીફા પર રિલીઝ થઈ રહેલા એનિમલનું ટીઝર જોઈ રહ્યાં છે. આ સાથે બોબીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર એનિમલ ટીમ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. રણબીર કપૂર બ્લેક લેધર જેકેટ અને બ્લેક ડેનિમમાં તો બોબી દેઓલ વ્હાઈટ ટીશર્ટ અને ગ્રે લૂઝ જીન્સમાં જોવા મળી રહ્યો છે. બોબી દેઓલ તેના લુકને લઈને ફરી એક વાર ચર્ચામાં છે. તે હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.
SONG OF THE YEAR🔥#RanbirKapoor #AnimalTheFilm pic.twitter.com/jx7Sgnckvh
— Karthik 🚩 (@imrkartik) November 18, 2023
ગેંગસ્ટર ડ્રામા માનવામાં આવતી આ મનોરંજક ફિલ્મમાં રણબીર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી પિતા અને પુત્ર વચ્ચેના વણસેલા સંબંધો પર કેન્દ્રિત છે. એનિમલમાં અનિલ કપૂર રણબીરના પિતાના રોલમાં જોવા મળશે, જ્યારે રશ્મિકા મંદાના રણબીરની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ પાંચ ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. કબીર સિંહ ફેમ સંદીપ રેડ્ડી વાંગાએ ‘એનિમલ’નું નિર્દેશન કર્યું છે.
આ પણ વાંચોઃ લિવરને કુદરતી રીતે ડિટોક્સ કરી દેશે આ ફૂડ્સ, ડાયટમાં ખાસ લો