અક્ષય કુમારને હવે ‘કઠપુતલી’ આશરો
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારના સ્ટારડમ પર સવાલો ઉઠી રહ્યા છે. અભિનેતાની એક જ વર્ષમાં ત્રણ ફિલ્મો આવી અને ત્રણેય ફ્લોપ સાબિત થઈ છે. ત્યારે હવે અક્ષય કુમાર પોતાની ચોથી ફિલ્મ ‘કઠપુતલી’ લઈને આવી રહ્યા છે. જેનું ટીઝર હાલમાં રિલીઝ થયું છે, આ ફિલ્મમાં સિનેમા હોલમાં નહીં પણ OTT પર રિલીઝ થશે.
વાત જો ફિલ્મ કઠપુતલીની કરવામાં આવે તો આ એક ક્રાઈમ, સસ્પેન્સ અને મિસ્ટ્રી ફિલ્મ હશે. જેમાં અક્ષય સિરિયલ કિલરનો કેસ ઉકેલતો જોવા મળશે. જેમાં અક્ષય કુમારની સાથે રકુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા સાથે હશે. તે સિનેમાઘરોમાં નહીં પરંતુ હોટસ્ટાર પર 2 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને તે પહેલા તેનું ટ્રેલર આવતીકાલે એટલે કે 20 ઓગસ્ટે રિલીઝ થશે. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ રોમાંચ, સસ્પેન્સ અને મીસ્ટ્રીથી ભરપૂર હશે.
View this post on Instagram
સાઉથની ફિલ્મની રિમેક?
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તમિલ ફિલ્મ રતસનાની હિન્દી રિમેક છે. જે ઓક્ટોબર 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હિટ રહી હતી જેણે બોક્સ ઓફિસ પર 50 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ તમિલ બાદ તેલુગુમાં પણ બની હતી. તે જ સમયે, નિર્માતાઓ તેને હિન્દીમાં પણ બનાવવા માંગતા હતા, તેથી તેઓએ તેને હિન્દીમાં ડબ કર્યું, જેનું નામ ‘મેં હું દંડાધિકારી’ છે. આ ફિલ્મ ઘણીવાર ટીવી પર આવે છે. હવે જો અક્ષય ખરેખર આની રીમેક લઈને આવ્યો છે તો કેટલા લોકો તેને જોવાનું પસંદ કરશે તે જોવું રસપ્રદ રહેશે.