ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

દુનિયાના ‘સુપર રિચ’ લોકો પર ટેક્સનો બોજ વધશે! સર્વેમાં થયો મોટો ખુલાસો

  • એક સર્વેમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના 22 હજાર લોકોનો લેવામાં આવ્યો અભિપ્રાય, સર્વેમાં 68 ટકા લોકો અમીરો પર વેલ્થ ટેક્સ લગાવવાના પક્ષમાં

દિલ્હી, 24 જૂન: વિશ્વના અમીરો પર વધુ ટેક્સ લાદવાની માંગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહી છે. જેના પર ઝડપથી વિચારણા પણ કરવામાં આવી રહી છે. વિશ્વના 20 દેશોનું જૂથ, જેને ગ્રુપ-20 પણ કહેવામાં આવે છે, આગામી મહિને આ અમીરો પર ટેક્સ લાદવાનું વિચારી શકે છે. મતલબ કે દુનિયાના ‘સુપર રિચ’ લોકો પર ટેક્સ વધવાની શક્યતા છે. બીજી તરફ એક સર્વેએ દુનિયાના સુપર રિચ લોકોને પરેશાન કર્યા છે. જેમાં G20 દેશોના 68 ટકાથી વધુ લોકોએ અમીરો પર ટેક્સ લાદવાનું સમર્થન કર્યું છે. ખાસ વાત એ છે કે આમાં ભારતના 72 ટકા લોકોએ મતદાન કર્યું છે. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સર્વેમાં કેવા પ્રકારની બાબતો પ્રકાશમાં આવી છે.

કયા સર્વેમાં થયો છે ખુલાસો?

Earth4All Initiative & Global Commons Alliance દ્વારા કરવામાં આવેલા સર્વેમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના 22 હજાર લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સર્વેમાં પ્રકાશમાં આવ્યું છે કે આ દેશોના 68 ટકા લોકો અમીરો પર આવો ટેક્સ લગાવવાના પક્ષમાં છે. ભારતમાં આ આંકડો તેનાથી પણ વધારે એટલે કે 74 ટકા છે. આ લોકો માને છે કે વૈશ્વિક સ્તરે ભૂખમરો, અસમાનતા અને આબોહવા સંકટને પહોંચી વળવા માટે આવો ટેક્સ લાદવો જોઈએ.

જુલાઈમાં યોજાનારી G-20ની બેઠકમાં લેવામાં આવી શકે નિર્ણય

2013 થી સુપર-રિચ પર ટેક્સ લગાવવાની દરખાસ્ત ચર્ચામાં છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ મુદ્દા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન વધી રહ્યું છે. G-20 ના વર્તમાન અધ્યક્ષ બ્રાઝિલનો ઉદ્દેશ્ય ધનિકો પર કરવેરા પર સર્વસંમતિ બનાવવાનો છે. જુલાઈમાં G-20 નાણા મંત્રીઓની બેઠકમાં આ સંદર્ભે સંયુક્ત જાહેરાત પર ભાર મુકવામાં આવે તેવી શક્યતા છે.

દેશના દરેક અબજોપતિએ આપવા પડશે સંપત્તિના બે ટકા વાર્ષિક ટેક્સ

ફ્રેન્ચ અર્થશાસ્ત્રી ગેબ્રિયલ ઝુકમેન મંગળવારે એક અહેવાલ રજૂ કરશે કે અતિ સમૃદ્ધ લોકો પર વૈશ્વિક લઘુત્તમ કર કેવી રીતે કાર્ય કરશે અને તેમાં કેટલો વધારો કરી શકાય છે. બ્રાઝિલના G20માં આ ટેક્સ પ્રસ્તાવ પાછળ ઝુકમેનનું મગજ છે. ઝુકમેનનું માનવું છે કે સામાન્ય લોકોની બરાબરીમાં ખૂબ જ અમીર લોકો ઘણો ઓછો કર આપે છે. દરખાસ્તનો હેતુ એક નવું આંતરરાષ્ટ્રીય ધોરણ સ્થાપિત કરવાનો છે. આ પ્રસ્તાવ હેઠળ દરેક દેશના અબજોપતિ વ્યક્તિએ પોતાની સંપત્તિના બે ટકા વાર્ષિક ટેક્સ તરીકે ચૂકવવો પડશે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીને અન્ય ઉદ્યોગપતિઓ કરતાં કેટલું ઓછું વેતન મળે છે! જાણો

સર્વેના મહત્ત્વના મુદ્દા

સર્વે અનુસાર 74 ટકા ભારતીયો આ ટેક્સના પક્ષમાં છે. 68 ટકા ભારતીયોનું માનવું છે કે વિશ્વને આગામી દાયકામાં અર્થતંત્રના તમામ ક્ષેત્રો – વીજ ઉત્પાદન, પરિવહન, ઇમારતો, ઉદ્યોગ અને ખાદ્યપદાર્થો માટે નાણાકીય પગલાં લેવાની જરૂર છે. સર્વેક્ષણમાં 81 ટકા ભારતીયોએ કલ્યાણકારી અર્થવ્યવસ્થામાં બદલાવને સમર્થન આપ્યું છે. આવી અર્થવ્યવસ્થાઓમાં, આર્થિક વૃદ્ધિને બદલે આરોગ્ય અને પર્યાવરણ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.

આ પણ વાંચો: HDFC બેંકમાં તમારું ખાતું છે? તો આ સમાચાર તમારા માટે જ છે

Back to top button