ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં સરકાર V/S રાજ્યપાલ: મામલો સુપ્રીમમાં પહોંચ્યો

Text To Speech

તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો અને સરકારી આદેશોને ક્લીયર કરવામાં કથિત વિલંબને લઈને તમિલનાડુ સરકારે રાજ્યપાલ આરએન રવિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ રિટ પિટિશનમાં ગવર્નરને ચોક્કસ સમયમર્યાદામાં બિલો, ફાઇલો અને સરકારી આદેશો ક્લિયર કરવા માટે નિર્દેશની માગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ આરએન રવિ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી મતભેદ ચાલી રહ્યા છે. હવે સરકાર બિલમાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને કરેલા તેના અનુરોધમાં દાવો કર્યો છે કે રાજ્યપાલ રાજ્ય વિધાનસભા દ્વારા મોકલવામાં આવતા બિલો અને આદેશોને સમયસર મંજૂરી આપતા નથી. સરકારે કહ્યું કે 12 બિલ, ચાર પ્રોસિક્યુશન મંજૂરી અને 54 કેદીઓની સમય પહેલા મુક્તિ સંબંધિત ફાઇલો હાલમાં રાજ્યપાલ રવિ પાસે પેન્ડિંગ છે. સ્ટાલિન સરકારે ગવર્નર પર ‘લોકોની ઇચ્છાને નબળી પાડવા’ અને ‘ઔપચારિક વડાના પદનો દુરુપયોગ’ કરવાનો આરોપ પણ મૂક્યો છે.

આ પહેલીવાર નથી કે જ્યારે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે કોઈ મુદ્દે ઘર્ષણ થયું હોય. આ પહેલા પણ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને કેન્દ્રમાં નિયુક્ત રાજ્યપાલ રવિએ પેન્ડિંગ બિલો, સ્ટાલિનની વિદેશ મુલાકાતો, સરકારના દ્રવિડિયન મોડલ અને રાજ્યના નામ પરની તેમની ટિપ્પણીઓને લઈને મતભેદો ઉભા થયા હતા.

આ પણ વાંચો:  તમિલનાડુના રાજ્યપાલે સ્ટાલિન સરકારના મંત્રીને બરતરફ કર્યા, EDએ કરી હતી ધરપકડ

 

Back to top button