જુઓ વીડિયો : વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ ગુજરાતમાં આ જગ્યા પર, જાણો શું છે વિશેષતા અને શું છે માન્યતા ?
હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જામનગરનો ભોઈસમાજ વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળુ બનાવી રહ્યું છે. ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. જામનગરમાં આગામી 6 માર્ચના રોજ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે સૌથી મોટો હોલિકા ઉત્સવ શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવમાં આવેલ છે.
ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ પરંપરા ?
જામનગરના ભોઈજ્ઞાતિ દ્વારા સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવવામાં આવ્યું હતુ. એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : હોળીમાં રાશિ અનુસાર પસંદ કરો તમારો લકી કલરઃ જીવનમાં ભરાશે ખુશીઓના રંગ
શું છે હોલીકાની વિશેષતા ?
ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે. આ હોલીકાનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડી થી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે.
ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે હોળી
આ સાથે જ પુતળા માટે અલગ અલગ પ્રકારના આભુષણો, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે. હોલિકાનું પૂતળું બનાવવા ભરત ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશ અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનોના વરદહસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે.
આગામી તારીખ 6-3-2023 ને સોમવારના રોજ સાંજે હોલિકાનું દહન થશે. હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા લોકો આવશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ખાસ ભોઈ સમાજની હોલિકાના વિશાળ પુતળા તથા તેના દહનને જોવા માટે આવતા હોય છે.
આ પણ વાંચો : રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ગરમીમાં સતત વધારો ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ