અમદાવાદીઓને ગરમીથી રાહત અપાવવા તંત્રનો પ્રયાસ, BRTS-AMTS બસ ડેપો પર મળશે આ સુવિધા
AMC દ્વારા આકરી ગરમીમાં નાગરિકોના રક્ષણ મળે તે માટે તંત્રએ એક પ્રયાસ હાથ ધર્યો છે. જે અંતર્ગત BRTS-AMTS બસ ડેપો પર પાણીની સાથે ORSની સુવિધા પણ લોકોને અપવવા માટેનું આયોજન કર્યું છે.
BRTS-AMTSપર મળશે પાણી અને ORS
રાજ્યમા આ વખતે ઉનાળો આકરા રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વાર વ્યકત કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા કાળઝાળ ગરમી BRTS-AMTSના મુસાફરોને રાહત આપવવા માટે એક હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
તમામ બગીચાઓ બપોરના સમયે ખુલ્લા રહેશે
તમામ BRTS બસ સ્ટેન્ડ અને AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે, સાથે જ તમામ બસ સ્ટેશન પર ORSની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલુ જ નહીપરંતુ ઉનાળામાં શહેરના તમામ બગીચાઓ બપોરના સમયે જાહેર જનતા માટે ખુલ્લા રાખવામાં આવશે
શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઉભી કરાશે
એએમસી હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે મીડિયાને આ વિશે માહીતી આપતા જણાવ્યું હતુ કે લોકોને ગરમીથી રાહત અપાવવા અમદાવાદના તમામ AMTS અને BRTS બસ સેન્ટર પર ORS ના પાઉચ પુરા પાડવામાં આવશે. આ સાથે શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઉભી કરવામાં આવશે.
હીટસ્ટ્રોક, ડીહાઇડ્રેશન કેસોની અલગથી નોંધણી
હીટસ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી કરવામાં આવશે. AMC સંચાલિત તમામ હોસ્પિટલમા હિટ સ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા પણ સૂચના આપી દેવામાં આવી છે.
વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા સૂચના
AMC દ્વારા શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી તેમના કર્મચારીઓ માટે ઓ.આર.એસ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે.
ઠંડા પીણા અને બરફની ફેક્ટરીઓમાંથી સેમ્પલો લેવાશે
AMC દ્વારા ઠંડા પીણાં, આઈસ ગોળા, બરફ ફેક્ટરી અને વિવિધ જ્યુસ સેન્ટર પર સક્રિય રીતે સફાઈ અંગે ચકાસણી કરાશે. તમામ ઠંડા પીણાના સેમ્પલો લેવા માટે અધિકારીઓને સૂચના આપી છે. સાથે જ બરફની ફેક્ટરીઓમાંથી પાણીના સેમ્પલો પણ લેવામાં આવશે.
આ પણ વાંચો : WPL 2023: આ છે 10 સૌથી મોંઘી ખેલાડીઓ, જાણો કોણ કઈ ટીમ માટે રમશે