અમદાવાદમાં બિહારવાળી થાય એ પહેલા તંત્ર જાગ્યું! 37 બ્રિજમાં રિપેરિંગની તાંતી જરૂર


અમદાવાદ 14 જુલાઈ 2024 : બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપરા-છાપરી દસથી વધુ બ્રિજ ધરાશાયી થયા છે. બ્રિજની બિસ્માર હાલતથી પ્રશાસન દોડતું થયું છે. અમદાવાદમાં પણ વર્ષો જૂના બ્રિજ પર હવે સમારકામ જરૂરી બન્યા છે. અમદાવાદમાં પણ બિહારવાળી ન થાય તે માટે પ્રશાસન જાગૃત્ત બન્યું છે.

કેડિલા રેલવે ઓવરબ્રિજની દિવાલમાં તિરાડો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના નેતૃત્વ હેઠળ પંકજ એમ પટેલ કન્સલ્ટન્ટ પ્રા.લિ. તથા જિઓ ડિઝાઈન એન્ડ રિસર્ચ પ્રા. લિ. દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. જેમાં 37 જેટલા બ્રિજમાં માઈનોર રિપેરિંગની જરૂરિયાત વર્તાઈ છે. રીપોર્ટમાં કેડિલા રેલવે ઓવરબ્રિજની દિવાલમાં તિરાડો પડી ગઈ હોવાનું બહાર આવ્યુ છે.આંબેડકર બ્રિજના મેઈનગર્ડરના નીચેના ભાગમાં સળિયા ખુલ્લા પડી ગયા છે.
37 જેટલા બ્રિજમાં માઈનોર રીપેરીંગ કરવું જરૂરી
6 જેટલા મેજર, માઈનોર, રિવરબ્રિજનું આર.એન્ડ બી. વિભાગની ગાઈડલાઈન મુજબ પ્રાથમિક ધોરણે હતુ. આ ઈન્સપેક્શનમાં 37 જેટલા બ્રિજમાં માઈનોર રીપેરીંગ કરાવવુ પડે એમ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો : ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા જનતા સામે આવી: આમ આદમી પાર્ટી