- તંત્રએ 18 ડમ્પર, 43 નાવડી જપ્ત કરી છે
- મહેસૂલ, ખાણ-ખનિજ, પોલીસ, RTO સફાળું જાગ્યું
- નર્મદા નદીને બાનમાં લેનારા ખાણ-ખનિજ માફિયા પર તવાઇ
ખાણ-ખનિજ માફિયાઓના પાપે નારેશ્વર રોડ પર નિર્દોષ માનવીનું ડમ્પર નીચે કચડાઇ જતા ગઇકાલે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલા રાજ્યભરમાં પડઘાતા તંત્રની સંયુક્ત ટીમે 18 ડમ્પર, 43 નાવડી જપ્ત કરી લાખો રૂપિયાનો દંડ વસુલી આત્મસંતોષનો ઓડકાર ખાધો છે.
આ પણ વાંચો: 30 હજારથી વધારે સુદાનીઓ ભારતમાંથી ગ્રેજ્યુએટ થયા
રાજકીય આશીર્વાદ હોઇ ગોરખધંધો રાઉન્ડ ધી ક્લોક જારી
નર્મદા નદીનું પ્રાકૃતિક સૌંદર્ય અને ખળ-ખળ વહેતા પવિત્ર જળના પ્રવાહને પાળા બાંધી અટકાવનારા ખાણ-ખનિજ માફિયાઓએ લોકમાતાને બાનમાં લીધી છે. વર્ષે કરોડો રૂપિયાની રેતીનું ગેરકાયદે ખનન કરતા ખાણ-ખનિજ માફિયાઓને રાજકીય આશીર્વાદ હોઇ ગોરખધંધો રાઉન્ડ ધી ક્લોક જારી છે. માત્ર, નિર્દોષ માનવીનું રેતી ભરેલા વાહન નીચે કચડાઇ જતા કમકમાટીભર્યું મોત નીપજે ત્યારે તંત્ર સફાળુ જાગી સંયુક્ત કામગીરી દર્શાવી આત્મ સંતોષનો ઓડકાર ખાય છે.
આ પણ વાંચો: IMD અનુસાર દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી
બાબુભાઇ વસાવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા સનસનાટી મચી
નારેશ્વર રોડ પર રેતી ભરેલા ડમ્પરની નીચે કચડાઇ જતા બાબુભાઇ વસાવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજતા સનસનાટી મચી છે. જેથી, સાંસદ મનસુખ વસાવાએ આજે ગુરુવારથી નારેશ્વર ખાતે ધરણા યોજવાની ઘોષણા કરી હતી. જેને પગલે મહેસુલ, ખાણ-ખનિજ, પોલીસ, આર.ટી.ઓ.ના અધિકારીઓની સંયુક્ત ટીમે રેતી ખનન-વહન કરનારા ભૂમાફિયાઓને અંકુશમાં લેવા ઓપરેશન હાથ ધર્યું હતું.
ચેકીંગ દરમિયાન રેતી ભરેલા 70 ડમ્પરને ચેક કરતા 18 ડમ્પર ઓવરલોડ મળી આવ્યા હતા. જે 18 ડમ્પરોને ખાણ-ખનિજ વિભાગ દ્વારા સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. પોલીસ તંત્રે ટ્રાફિક નિયમોનું પાલન નહિં કરનારા 50 વાહનો પકડી રૂ.24,500નો દંડ વસુલ કર્યો હતો. જ્યારે, આર.ટી.ઓ દ્વારા નિયમનો ભંગ કરનારા 35 વાહનો ઝડપી પાડી રૂ.4,38,500નો દંડ સ્થળ પર વસુલ કર્યો હતો.