ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોએ સોશિયલ મીડિયાના મારફતે ધ્યાન દોર્યા બાદ તંત્ર દોડતું થયું

  • ફ્લાઇટોના શિડયૂલ પણ ડિલે થતાં પેસેન્જરોને ટર્મિનલ પર બેસી રહેવાની ફરજ પડી
  • સર્વર બંધ થવાની સમસ્યા સર્જાતા પેસેન્જરોને ભારે હાલાકી પડી રહી છે
  • બે દિવસથી રાત્રિના સમયે સર્વર બંધ થવાની સમસ્યા સર્જાતા ભારે હાલાકી

અમદાવાદ એરપોર્ટ પર સર્વરમાં ધાંધિયા થતા ઇમિગ્રેશન કાઉન્ટર પર લાઇનો લાગી હતી. જેમાં અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોએ સોશિયલ મીડિયાના મારફતે ધ્યાન દોર્યા બાદ તંત્ર દોડતું થયું હતુ. તેમાં પેસેન્જરોએ ટ્વિટરના મારફતે ધ્યાન દોર્યા બાદ તંત્ર સક્રિય થયુ હતુ. એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં છેલ્લાં કેટલાક સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સર્વર બંધ થવાની સમસ્યા સર્જાતા પેસેન્જરોને ભારે હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: અમિત શાહ ગુજરાત મુલાકાતે, રૂ.1,950 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે 

પેસેન્જરોને સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરની સમસ્યા સર્જાતા ઇમિગ્રેશન કાઉન્ટરો પર પેસેન્જરોની લાંબી લાઇનો જોવા મળી હતી. એક કલાકથી વધુનો સમય ઊભા રહેતાં પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હાલાકી ભોગવનાર કેટલાક પેસેન્જરોએ ટ્વિટર મારફતે અમદાવાદ એરપોર્ટ પર સર્વરથી પડી રહેલી હાલાકીની ફરિયાદ કરી હતી. રાજ્યના સૌથી વ્યસ્ત મનાતા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લાં ઘણા વર્ષોથી અનેક સુધારા વધારા કરીને પેસેન્જરોને સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં છેલ્લાં કેટલાક સમયમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ બે દિવસથી રાત્રિના સમયે સર્વર બંધ થવાની સમસ્યા સર્જાતા ભારે હાલાકીનો સામનો પેસેન્જરોને પડી રહ્યો છે.

આ પણ વાંચો: ધર્મપરિવર્તન મામલે ધમાલ, રાજસ્થાનના ભરતપુરમાં 500થી વધુ મહિલાઓના ધર્માંતરણનો પ્રયાસ

ફ્લાઇટોના શિડયૂલ પણ ડિલે થતાં પેસેન્જરોને ટર્મિનલ પર બેસી રહેવાની ફરજ પડી

ઇમિગ્રેશનમાં પડતી હાલાકીને પગલે ફ્લાઇટોને સમયસર ટેકઓફ કરવામાં પણ હાલાકી પડી હોવાનું જાણવા મળ્યુ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ફ્લાઇટોના શિડયૂલ ફરી એકવાર ખોરવાયા છે. દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા અમદાવાદથી 8થી વધુ ફ્લાઇટોને સાડા ત્રણ કલાક સુધીનો વિલંબ પડયો હતો. આ સિવાય ઇન્ટરનેશનલ સહિતની અન્ય 10થી વધુ ફ્લાઇટોના શિડયૂલ પણ ડિલે થતાં પેસેન્જરોને ટર્મિનલ પર બેસી રહેવાની ફરજ પડી હતી.

Back to top button